May 4th 2016
. . પેટ કરાવે વેઠ
તાઃ૪/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની જ્યોત પ્રગટે,જ્યાં અપેક્ષાઓ ભગાડી જવાય
માનવજીવનની સાર્થકતા,જગતમાં વર્તનથી મળીજાય
………અજબ શક્તિ શાળી છે અન્નની કેડી,જે પેટને પકડી જાય.
ભોજન અને ભજન એ દેહને સ્પર્શે,ના કોઇથીય છટકાય
શ્રધ્ધા રાખીને પગલુ ભરતા,કુદરતની કૃપાજ મળી જાય
મોહરાખીને ભોજન કરતા,પેટનેઅંતે એ વેઠ કરાવી જાય
પાચનની જ્યાં તકલીફ વળગે,ત્યાં ના કોઇથીય બચાય
………અજબ શક્તિ શાળી છે અન્નની કેડી,જે પેટને પકડી જાય.
કળીયુગની આ કેડીમાં જીવતા,ના ભજન શ્રધ્ધાએ થાય
કર્મ કરેલા દેહને સ્પર્શે જીવનમાં,જે દેખાવથી ઓળખાય
ભજન કરતા તાલી પાડીને,ભોજનની રાહ પણ જોવાય
સમય પકડીને પહોંચી જતા,અપેક્ષાઓને પકડી જવાય
………અજબ શક્તિ શાળી છે અન્નની કેડી,જે પેટને પકડી જાય.
=======================================
May 1st 2016

. . જય ગુજરાત
તાઃ૧/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતદેશની શાન છે ગુજરાતી,જગતમાં માન મેળવી જાય
એવા ગુજરાતીઓની કર્મભુમીનો,આજે ગુજરાત ડે ઉજવાય
………..પ્રેમથી બોલો જય ગરવી ગુજરાત,જગતમાં એ પ્રસરી જાય.
ગુજરાતીઓની અજબ શક્તિ છે,જે તેમના વર્તનથી દેખાય
ભારતદેશની શાન છે ગુજરાતી,જે વડાપ્રધાનથી ઓળખાય
આઝાદીની શાન હતા ગુજરાતીઓ,જે અંગ્રેજોને ભગાડીજાય
શ્રધ્ધા રાખી મહેનત કરતા,ગુજરાતીઓ જગતમાં મળી જાય
………..પ્રેમથી બોલો જય ગરવી ગુજરાત,જગતમાં એ પ્રસરી જાય.
આંગણે આવી શાન મળે,એ જ ગુજરાતીની લાયકાત કહેવાય
ભગાડે દેખાવ લઈ આવતાને,જ્યાં સાચી સદબુધ્ધી મેળવાય
મનમાં પવિત્રપ્રેમને રાખી,સંબંધીઓને અનંત આનંદદઈ જાય
જગતને ઉજ્વળકેડી બતાવી,મળેલમાનવજન્મ સફળ કરી જાય
………..પ્રેમથી બોલો જય ગરવી ગુજરાત,જગતમાં એ પ્રસરી જાય.
*****************************************************
.ગુજરાતના સ્થાપના દીનની યાદ રૂપે સપ્રેમ ભેંટ.