March 4th 2017

જાગતો રહીશ

.  જાગતો રહીશ

તાઃ૪/૩/૨૦૧૭                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની પ્રેમાળ કૃપા,ત્યાં મળે સ્નેહીયોનો પ્રેમ
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળરાહ મળીજાય
…..એજ આગમનના એંધાણ,જે જીવને જાગતો રાખી જાય.
અવનીપરનુ આગમન જીવનુ,મળેલ દેહથી સમજાય
કર્મની નિર્મળ કેડી જીવની,આગમનથીજ સ્પર્શી જાય
કરેલ કર્મ દેહથી અવનીએ,જન્મ મરણથી જકડી જાય
જલાસાંઇની પાવનરાહે જીવતા,કર્મબંધંનથી છટકાય
…….એજ આગમનના એંધાણ,જે જીવને જાગતો રાખી જાય.
માતાપિતાના નિર્મળ પ્રેમથી,અવનીએ દેહ મેળવાય
સંસ્કારની નિર્મળકેડી ચાલતા,નાઆફતકોઇ અથડાય
મોહમાયાના બંધન છુટતા,જીવના સંબંધો  છુટી જાય
જીવની પ્રગટે જ્યોત અવનીએ,કરેલકર્મથી મેળવાય
…….એજ આગમનના એંધાણ,જે જીવને જાગતો રાખી જાય.
======================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment