March 8th 2017
. .કોણ મારૂ?
તાઃ૪/૨/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનો બંધન જગતથી,દેહના જન્મ મરણથી સમજાય
મળેદેહ જીવને ત્યાં કોણમારૂ,ને કોણછે તારૂ એ બંધાય
.......એજ છે અજબલીલા અવિનાશીની,કર્મનાબંધનથી સંધાય.
જન્મમળેછે જીવનેઅવનીએ,માબાપના પ્રેમથી મેળવાય
મળેછે દેહ અવનીએ સંતાનનો,જેને કર્મબંધન કહેવાય
જન્મમરણના સંબંધ જીવને,જગતમાં નાકોઇથી છટકાય
બાળકને સમય સ્પર્શતા આવતીકાલે ઉંમર અડતી જાય
.......એજ છે અજબલીલા અવિનાશીની,કર્મનાબંધનથી સંધાય.
જીવને મળેછે દેહ અવનીએ,પશુ,પક્ષી,માનવ દેખાય
સમય જકડે છેદેહને જગે,જે કર્મનાબંધનથીજ સમજાય
આવનજાવન એછે વર્તનકર્મ,સાચી ભક્તિએ મળી જાય
નિર્મળભાવથી પુંજા કરતા,કોણ મારૂ તારૂ એ છુટી જાય
.......એજ છે અજબલીલા અવિનાશીની,કર્મનાબંધનથી સંધાય.
=============================================
No comments yet.