March 29th 2017

જાગતો રહે

.. Image result for જીવન...
.        .જાગતો રહે    

તાઃ૨૯/૩/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવન મળે જીવને,જે જલાસાંઇની કૃપા કહેવાય
જન્મમૃત્યુ એતો છે સાંકળ કુદરતની,નાકોઇથી છટકાય
......પાવનરાહ મળે જીવને કૃપાએ,જે જન્મ મળતા દેખાય.
મળતી માયા એછે કળીયુગના બંધન,આગમને દેખાય
માનવતાની રાહચીંધે જલાસાંઇ,જે મુક્તિમાર્ગ દઈજાય
શીતળતાનો સ્પર્શમળે દેહને,જીવને જાગતો રાખીજાય
મારૂએ મમતા છે તારૂ એ છે પ્રેમ,ના કોઇછે વ્હેમ
......પાવનરાહ મળે જીવને કૃપાએ,જે જન્મ મળતા દેખાય.
મમતા એ માતાનોપ્રેમ,ને પિતાનોપ્રેમ પાવન કહેવાય
સિધ્ધી વિનાયક દેવ જગતમાં,ગૌરીનંદનથી ઓળખાય
પિતા ભોલેનાથ કૃપાલીધી,ને માતા પાર્વતીને વંદનથાય
નિર્મળજીવન જીવવા દેહને,મળેલ દેહને જાગતો રખાય
......પાવનરાહ મળે જીવને કૃપાએ,જે જન્મ મળતા દેખાય.
==============================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment