March 29th 2017

પગે લાગુ માડીને

Related image
.        .પગે લાગુ માડીને 

તાઃ૨૯/૩/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અંતરમાં આનંદ અનેરો,માડી તારા દર્શનથી જ અનુભવાય
મંદીરઆવી પગે લાગતા માડી,તારા રણકાર સંભળાય જાઈ
......ગરબે ઘુમતા તાલી પડતા,તારા આગમન મારે ઘેર થાય.
કૃપાની પાવનકેડી મળી મને,જે સાચી શ્રધ્ધાએ મળી જાય
તાલી એજ તો પ્રેમ છે મારો,જે માડીને વંદન કરાવી જાય
રાસગરબા એ સમયનીકેડી,જે નવરાત્રીએ સૌને મળી જાય
શ્રધ્ધા મારી ને પ્રેમ નિખાલસ,જીવનને એ પાવનકરી જાય
......ગરબે ઘુમતા તાલી પડતા,તારા આગમન મારે ઘેર થાય.
માડી તારા દર્શન કરવા હ્યુસ્ટનમાં,ગરબાની રમઝટ રમાય
કૃપાની પાવનકેડી દેજે સંતાનને,મળેલ જન્મસફળ કરીજાય
ઉજવળજીવન પામી જીવતા,જીવનમાં કર્મપાવન થઈ જાય
ના અપેક્ષા કે વ્હાલના વાદળ વરસે,મુક્તિમાર્ગે દોરી જાય
......ગરબે ઘુમતા તાલી પડતા,તારા આગમન મારે ઘેર થાય.
=================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment