March 29th 2017
.....
.....
. .માડી બહુચરા
તાઃ૨૯/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બહુચરા માડીના દર્શન કરતાં,માતાના પ્રેમે ગરબા ગવાય
નવરાત્રીના આગમને વંદન કરતા,માડીની કૃપા થઈ જાય
.......એ પાવન ચૈત્રી નવરાત્રી આવી,જ્યાં ગરબાની રમઝટ થાય.
એક તાળીએ માબહુચરાને વંદન,ને બીજીએ માચામુંડાને
દશામાતાને ગરબે વંદતા,માતાની અનંત કૃપા અનુભવાય
મેલડીમા વલાસણથી આવ્યા,ને ખોડીયાર માતાય પુંજાય
મળેમને પ્રેમમાડીનો,જે મારાઘરનુ આંગણુ પાવનકરીજાય
......એ પાવન ચૈત્રી નવરાત્રી આવી,જ્યાં ગરબાની રમઝટ થાય.
અંબે માની આરતી કરતાં,માતાજી આંગણે આવી જાય
સાચી શ્રધ્ધાએ પુંજન કરતા,માડીની અનેકકૃપાથઈ જાય
નાકોઇ અપેક્ષા દેહનીઅવનીએ,જીવને મુક્તિ મળી જાય
ગરબાના દરેક તાલે માહરખાય,જયાં શ્રધ્ધાએ વંદનથાય
......એ પાવન ચૈત્રી નવરાત્રી આવી,જ્યાં ગરબાની રમઝટ થાય.
=================================================
No comments yet.