March 30th 2017
...
...
. .ગરબા તાલી
તાઃ૩૦/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખી તાલી પાડતા,માડી તારા ગરબા પ્રેમે ગવાય
આવી નવરાત્રીની સાંજ આંગણે,જ્યાં પ્રેમથી ગરબા થાય
.......એ જ કૃપા મા તારી ભક્તોપર,જે પવિત્ર દીવસે ભક્તિ થાય.
ગરબે ધુમતા ઝાંઝર ખખડે,ને તાલી સંગે મંજીરા વગાડાય
મનથી કરતા ભક્તિ માતારી,આ જીવન પણ પાવન થાય
તાલીએ તાલીએ માતાનેવંદન,એજ અમારી શ્રધ્ધા કહેવાય
માડી તારા દર્શન કરવા આજે,અનેક ભક્તોય આવી જાય
.......એ જ કૃપા મા તારી ભક્તોપર,જે પવિત્ર દીવસે ભક્તિ થાય.
માઅંબે,માચામુંડા,મામેલડી,અવનીપર અનેકસ્વરૂપે દેખાય
દર્શન આપે ભક્તોને અનેક સ્વરૂપે,એ અમર ક્ર્પા કહેવાય
ગરબાના તાલ નવરાત્રીને સ્પશે,જે દુનીયાને પવિત્રકરી જાય
ક્ર્પા પામવા શ્રધ્ધા રાખીને,હ્યુસ્ટનમાં પ્રેમે ગરબા છે ગવાય
.......એ જ કૃપા મા તારી ભક્તોપર,જે પવિત્ર દીવસે ભક્તિ થાય.
======================================================
No comments yet.