March 31st 2017
. .વ્હેલા આવો
તાઃ૩૦/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વ્હેલા આવશો પ્રેમ લઈને,તો મન મારૂ હરખાશે
સમયની સાંકળ નાછુટે કોઇથી,અનુભવથી દેખાશે
.....ભાવના મનથી પવિત્ર રાખતાં,માડીની કૃપા મેળવાશે.
લગનીલાગી પ્રેમની તમારી,મારા જીવને શાંંતિ થાય
અગમનિગમની આંટી છોડતા,દેહને રાહ મળી જાય
જીવનની જ્યોત પ્રગટે અવનીએ,નિર્મળરાહે જીવાય
મારૂતારૂના સ્પર્શને છોડતા,જલાસાંઇની દ્રષ્ટિ થાય
.....ભાવના મનથી પવિત્ર રાખતાં,માડીની કૃપા મેળવાશે.
નિર્મળ પ્રેમનીગંગા વહે અવનીએ,પાવનરાહે દેખાય
કુદરતની આ પાવનરાહ,ભક્તિમાર્ગથીજ મળી જાય
શ્રધ્ધારાખી જીવન જીવતા,માનવજીવન મહેંકી જાય
મળેલ કર્મનાબંધન જીવને,જન્મમરણથી બાંધી જાય
.....ભાવના મનથી પવિત્ર રાખતાં,માડીની કૃપા મેળવાશે.
============================================
March 31st 2017

. . મા નવ દુર્ગા
તાઃ૩૧/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારા મંદીરે આવતા,જીવને અનંત શાંંન્તિ મળી ગઇ
નિર્મળ ભક્તિના સંગે ગરબે ઘુમતા,માકૃપા તારી થઈ ગઈ
.......પાવનકૃપા મા નવ દુર્ગાની,જીવની જ્યોત પ્રગટાવી ગઈ.
તાલીપાડી માદુર્ગાનુ સ્મરણ કરતા,માતાનીકૃપાની વર્ષા થઈ
શ્રધ્ધા રાખી તારી ભક્તિ કરતા,માતાની નિર્મળ ભક્તિ થઈ
માનવદેહને જ્યાં કૃપા મળે,ત્યાં જીવને મુક્તિરાહ મળી ગઈ
ગરબાનીપવિત્રરાહ નવરાત્રીએ મળે,ત્યાં માડીના દર્શન થાય
.......પાવનકૃપા મા નવ દુર્ગાની,જીવની જ્યોત પ્રગટાવી ગઈ.
અજબ શક્તિશાળી માદુર્ગા,અનેક સ્વરૂપેદર્શન આપી જાય
વંદન કરીને પુંજન કરતા,માડી તારા ગરબા પ્રેમથીજ ગવાય
ગરબેઘુમી તાલી પાડી મા ભજન કરતા,આનંદ આનંદ થાય
નવ સ્વરૂપને પગે લાગતા,માડીની અનંત કૃપાય મળી જાય
.......પાવનકૃપા મા નવ દુર્ગાની,જીવની જ્યોત પ્રગટાવી ગઈ.
================================================