July 2nd 2017
....
...
. .સરળ જ્યોત
તાઃ૨/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહને અવનીએ સંબંધ સ્પર્શે,જે મળેલ જ્યોતથી પ્રગટી જાય
કર્મની નિર્મળકેડી એ દેહનો સંબંધ,અવનીપરના આગમને સમજાય
.....મહેંક પ્રસરે માનવતાની સંસારમાં,જે સંત જલાસાંઇની કૃપાએ મેળવાય.
કૃપાની નિર્મળરાહ એ દેહને સ્પર્શે,જે કર્મના બંધનથી જ મળી જાય
કુદરતની આ અજબલીલા જગતપર,મળેલ દેહથી કદીય ના છટકાય
માનવદેહએ રાહદે જીવને,જે થકી શ્રધ્ધાએ જીવને મુક્તિપણ દેખાય
કર્મના બંધન કળીયુગમાં જકડે જીવને,એ સરળ જ્યોતથી દુર જવાય
.....મહેંક પ્રસરે માનવતાની સંસારમાં,જે સંત જલાસાંઇની કૃપાએ મેળવાય.
ભક્તિભાવનાએ જીવને જીવતા,પાવનરાહ દેહને અવનીએ મળી જાય
મોહમાયા ના જકડે દેહને,જે પરમાત્માની કૃપાએ પાવનરાહ દઈ જાય
આગમન વિદાયનો સંબંધ ના રહે જીવને,જ્યાં પ્રભુની દ્રષ્ટિ પડી જાય
નિર્મળ જીવન મળે ભક્તિએ અવનીએ,જે જીવનો અંતીમ દેહ કહેવાય
.....મહેંક પ્રસરે માનવતાની સંસારમાં,જે સંત જલાસાંઇની કૃપાએ મેળવાય.
=========================================================