July 11th 2017
..
..
. કૃપા મળી જાય
તાઃ૧૧/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગજાનંદ ગણનાથ સંગે ગણપતિય,માતા પાર્વતીના સંતાન પણ કહેવાય
પિતા ભોલેનાથની અજબશક્તિ મળી છે,જે તેમને વંદનથી મળી જાય
.....અવનીપરના આત્માને શ્રધ્ધા ભક્તિએ,ગણેશજીની કૃપા પણ મળી જાય.
શિવલીંગને દુધ અર્ચના કરી,ગજાનંદને પગે લાગીને ધુપદીપ પણ કરાય
મળેકૃપા મને અજબશક્તિશાળી માબાપની,જ્યાં પુત્ર ગણેશજી હરખાય
આગમન અવનીપરનુ જીવને કર્મથીબાંધે,નિર્મળભક્તિએ જીવથીછટકાય
અંતરમાં આનંદમળે દેહને જીવનમાં,જ્યાં ૐ ગં ગણપતયે નમઃ બોલાય
.....અવનીપરના આત્માને શ્રધ્ધા ભક્તિએ,ગણેશજીની કૃપા પણ મળી જાય.
પવિત્રરાહ મળે જીવને કૃપાએ,જ્યાં સંગે માતા રીધ્ધી સિધ્ધીય રાજી થાય
વંદન કરીને હાથ જોડી પગે લાગતા,જીવને કૃપાએ પાવનરાહ મળી જાય
કર્મના સંબંધ એ બંધન જીવના,અવનીપર આવનજાવનથી સમજાઈ જાય
મુક્તિમાર્ગ મળે જીવને,જ્યાં માતાપાર્વતીસંગે પિતા ભોલેનાથની કૃપા થાય
.....અવનીપરના આત્માને શ્રધ્ધા ભક્તિએ,ગણેશજીની કૃપા પણ મળી જાય.
==========================================================
No comments yet.