July 12th 2017
...
...
. કૃપાની કેડી
તાઃ૧૨/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં માબાપને અંતરથી વંદન થાય
નિર્મળ આશિર્વાદ મળે સંતાનને જીવનમાં,પવિત્રરાહે જીવન પાવન થાય
.....એજ કૃપા અવિનાશીની જગતપર,જે મળેલ દેહને કૃપાની કેડી આપી જાય.
અનેકદેહનો સંબંધ છે જીવને,જે કર્મનાબંધનથી અવનીપર દેહથી દેખાય
મળેદેહ માનવીનો જીવને અવનીએ,જેજીવને સમજણે સદકર્મ આપી જાય
સદકર્મ એ સ્પર્શે દેહને જીવનમાં,જ્યાં નિર્મળતાએ ભક્તિ માર્ગ મેળવાય
મળે માનવતાની પવિત્રકેડી જીવને,જે જીવના આવનજાવનને સ્પર્શી જાય
.....એજ કૃપા અવિનાશીની જગતપર,જે મળેલ દેહને કૃપાની કેડી આપી જાય.
મળેલ દેહની જ્યોત પ્રગટે,જ્યાં જીવનમાં સંત જલાસાંઇથી રાહને મેળવાય
ભુતકાળ એ ગઈકાલ છે જે ના કોઇથીય,અવની પર એનાથી દુર રહેવાય
આવતીકાલને પકડવા શ્રધ્ધાભક્તિએ,પરમાત્માની કૃપાએ નિર્મળ રાહ લેવાય
પગલે પગલુ એ પવિત્રરાહે ચલાય,જ્યાં જીવનેકદી નાઅભિમાન સ્પર્શી જાય
.....એજ કૃપા અવિનાશીની જગતપર,જે મળેલ દેહને કૃપાની કેડી આપી જાય.
===========================================================
No comments yet.