July 13th 2017
...
...
. .આવ્યો પ્રેમ
તાઃ૧૩/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગણે આવ્યો પાવનપ્રેમ,જીવનમાં પરમાત્માની કૃપા આપી જાય
અંતરને ના અભિમાન અડે કદી,જીવનમાં અનંતશાંંન્તિ મળી જાય
....મળે નિખાલસ પ્રેમ જ્યાં કૃપાએ,એજ દુઃખસાગરને દેહથી દુર કરી જાય.
નિર્મળજીવન એ માનવતાને સ્પર્શે,દેહના કર્મ અને વર્તનથી દેખાય
સુખસાગરની રાહ મળે જીવનમાં,જે આવેલ નિર્મળપ્રેમથી મેળવાય
શ્રધ્ધા સંગે ભક્તિ કરતા જીવપર,જલાસાંઇનો પ્રેમ પણ મળી જાય
પવિત્રભાવનાએ અંતરની લાગણી,જે નિખાલસ જીવન આપી જાય
....મળે નિખાલસ પ્રેમ જ્યાં કૃપાએ,એજ દુઃખસાગરને દેહથી દુર કરી જાય.
જ્યોત જીવનની પ્રગટે અવનીએ,જ્યાં પવિત્ર નિર્મળપ્રેમ આવી જાય
કુદરતની આ અજબ છે લીલા જગતપર,અનેકરાહથી એ દોરી જાય
કરેલકર્મ જ સ્પર્શે છે જીવને ધરતીપર,એ જ જન્મમરણ આપી જાય
નિર્મળને નિખાલસપ્રેમ આવે આંગણે,જીવને ઉજવળરાહ મળી જાય
....મળે નિખાલસ પ્રેમ જ્યાં કૃપાએ,એજ દુઃખસાગરને દેહથી દુર કરી જાય.
=========================================================
No comments yet.