July 17th 2017
...
...
. .સુર્યદેવની કૃપા
તાઃ૧૭/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ છે અને પ્રત્યક્ષદેવ પણ,જગતપર એ સુર્યનારાયણ જ કહેવાય
અનંતકૃપા અનેક જીવો પર કરે છે,જે તેમની કૃપાનો અનુભવ પણ થાય
.....એજ પ્રત્યક્ષદેવ છે જેમના ઉદયઅસ્તથી,દુનીયાને સવાર સાંજ મળી જાય.
અજબ શક્તિશાળી દેવ છે,જેમના પુત્રોને વંદન કરતા શાંંન્તિ મળી જાય
ના કોઇ અપેક્ષા જીવનમાં રહે જીવને,જે તેમની પરમ કૃપાએ જ મેળવાય
મળેલ દેહને સ્પર્શે છે શ્રધ્ધા સુર્યદેવપર,એજ પાવનરાહ દેહને આપી જાય
અર્ચના કરીને પ્રાર્થના કરવા પ્રત્યક્ષ દેવને,ૐ હ્રીમ સુર્યાય નમઃથી સ્મરાય
.....એજ પ્રત્યક્ષદેવ છે જેમના ઉદયઅસ્તથી,દુનીયાને સવાર સાંજ મળી જાય.
અનેક દેવોની પુજા કરવા જીવનમાં,મંદીર,મસ્જીદ અને ચર્ચમાં ભક્તિ થાય
સવાર સાંજ નાપકડાય એ જગ્યાએ,જ્યાં મુર્તીને પડદાથી ઉઘાડ બંધ કરાય
પ્રત્યક્ષ દર્શન થાય ઉદયથી,ને સુર્યદેવ વિદાય લેતા જગત આખુ સુઈ જાય
એજ શક્તિશાળી દેવ જગતપર,મળેલ દેહને પવિત્રરાહે મુક્તિમાર્ગ દઈ જાય
.....એજ પ્રત્યક્ષદેવ છે જેમના ઉદયઅસ્તથી,દુનીયાને સવાર સાંજ મળી જાય.
===========================================================
No comments yet.