July 24th 2017
...
...
. .પવિત્ર શ્રાવણમાસ
તાઃ૨૪/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકર્મની કેડી પકડવા જીવનમાં,પવિત્ર ધર્મ પ્રભુકૃપાએ મેળવાય
શ્રધ્ધા રાખીને શ્રી ભોલેનાથને અર્ચનાકરતા,જીવન ઉજવળ થઈજાય
.....એજ પવિત્ર શ્રાવણમાસની કૃપા,જે મળેલ જન્મને સાર્થક કરી જાય.
ૐ નમઃ શિવાયનુ સ્મરણ કરતા,સંગે શીવોહમનુ સ્મરણ પણ કરાય
અજબ શક્તિશાળી છે પરમાત્મા,માતા પાર્વતીનીય કૃપા આપી જાય
ભાગ્યવિધાતા ગજાનંદ વ્હાલાસંતાન,પિતા ભોલેનાથનો પ્રેમ દઈ જાય
મળેલદેહને સાર્થક કરે કૃપાએ,જગતમાં નાકોઇ આફત અથડાઈ જાય
.....એજ પવિત્ર શ્રાવણમાસની કૃપા,જે મળેલ જન્મને સાર્થક કરી જાય.
પરમ કૃપાળુ શ્રી શંકર ભગવાન,પવિત્ર ગંગાને જગતપર વર્ષાવી જાય
અવનીપરના અબજો જીવોને દર્શંનથી,મુક્તિની પવિત્રરાહે દોરી જાય
ગજાનંદની પરમકૃપાએ મારીધ્ધી સિધ્ધીની,પાવનરાહ જીવને મળીજાય
પવિત્ર શ્રાવણ માસમાં શ્રીશીવજીની અસીમકૃપાએ,જીવથી પુંજન થાય
.....એજ પવિત્ર શ્રાવણમાસની કૃપા,જે મળેલ જન્મને સાર્થક કરી જાય.
======================================================