July 25th 2017
..
..
. .ગજાનંદ ગણેશ
તાઃ૨૫/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપિતાનો પ્રેમ પામી જીવનમાં,અજબ શક્તિશાળી બની જાય
એવા વ્હાલા માપાર્વતી પુત્ર,ગણપતિના પવિત્ર નામથી ઓળખાય
.....એજ છે ભાગ્ય વિધાતા અવનીપર,શ્રીગજાનંદ ગણપતિ પણ કહેવાય.
પાવનરાહ જીવોને આપે જ્યાં નિર્મળ ભાવે,ભક્તિ શ્રધ્ધાએ કરાય
અનેક વ્યાધીઓને આંબીને,મળેલદેહને સાચીસમજણ આપી જાય
કર્મના બંધન એસ્પર્શે દેહને,પણ ગજાનંદ કૃપાએ જીવથી છટકાય
આવન જાવનના બંધન છુટે જીવથી,જ્યાં શ્રીગણેશજીનીકૃપા થાય
.....એજ છે ભાગ્ય વિધાતા અવનીપર,શ્રીગજાનંદ ગણપતિ પણ કહેવાય.
ભક્તિપ્રેમનો સંગા રાખતા જીવનમાં,અનંત શાંંન્તિની વર્ષા થઈજાય
ના કળીયુગની કોઇ સાંકળ અડે દેહને,ત્યાં સુખનો સંગ મળી જાય
મળેલ માનવદેહ એ જીવનો છે સંબંધ,પ્રભુકૃપાએ પાવન થઈ જાય
સંત જલાસાંઇની પાવનરાહે જીવતા,જીવને મળેલ જન્મ સાર્થક થાય
.....એજ છે ભાગ્ય વિધાતા અવનીપર,શ્રીગજાનંદ ગણપતિ પણ કહેવાય.
=======================================================