July 26th 2017
..
..
.
.પવિત્રભુમી
તાઃ૨૬/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરની ઓળખ થાય જીવને,જ્યારે અવનીપર દેહ મેળવાય
પાવનભુમી પર દેહ મળે જીવને,એ જીવની શ્રધ્ધા જ્યોત કહેવાય
......જીવને સ્પર્શે છે કરેલ કર્મ,જે તેને અવનીપર દેહ અપાવી જાય.
પવિત્ર ભુમી જગતમાં ભારત છે,જીવને દેહ મળતા અનુભવ થાય
પરમાત્માએ દેહ ધારણ કર્યો,જે અયોધ્યામાં શ્રીરામથી ઓળખાય
પવિત્ર સ્વરૂપ લીધુ માતાએ,એ સીતાજી શ્રીરામના પત્ની કહેવાય
ભારતમાં દેહ ધારણ કરીનેજ,પરમાત્મા એ ભુમી પવિત્ર કરી જાય
......જીવને સ્પર્શે છે કરેલ કર્મ,જે તેને અવનીપર દેહ અપાવી જાય.
દ્વારકામાં જન્મ લીધો પ્રભુએ,જગતમાં એ દ્વારકાધીશથી ઓળખાય
અનેક ગોપીઓનો પ્રેમ મળ્યો તેમને,જે ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય
ખોડીયાર માતા ગુજરાતમાં જન્મ્યા,જ્યાંએ જાનબાઈથીય ઓળખાય
પવિત્રભુમી ભારતછે જ્યાંજીવને કૃપામળતા,મુક્તિમાર્ગ પણ મળીજાય
......જીવને સ્પર્શે છે કરેલ કર્મ,જે તેને અવનીપર દેહ અપાવી જાય.
અજબ શક્તિશાળી એ ભક્ત કહેવાય,જે શ્રી રામને મદદ કરી જાય
માતા સીતાનુ હરણ કરનાર,શક્તિશાળી રાવણનુએ દહન કરી જાય
પરમાત્મા શ્રીરામના આશિર્વાદ મળે,એ ગદાધારી હનુમાન થઈ જાય
એવો પરમકૃપા દેશ છે અવનીપર,જેનેજ પવિત્રભુમી ભારત કહેવાય
......જીવને સ્પર્શે છે કરેલ કર્મ,જે તેને અવનીપર દેહ અપાવી જાય.
======================================================