August 3rd 2017
..
..
. .આવ્યો આંગણે
તાઃ૩/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યો આંગણે પ્રેમ સ્નેહીઓનો,જીવનમાં પ્રેમીઓનો નિર્મળપ્રેમ મળી જાય
અજબ કૃપાએ પરમાત્માની શ્રધ્ધાએ,જે સુખસાગરના વાદળને વરસાવી જાય
....મળેલ માનવજીવનની મહેંક પ્રસરે,જે જીવને મળેલ દેહથી અનુભવ થઈ જાય.
કર્મના બંધન એજ જીવને સ્પર્શે,જગતમાં ના કોઇજ જીવથી દુર રહી જવાય
જન્મ મરણનો સંબંધ તો છે અવનીએ,એજ જીવને આવનજાવન આપી જાય
મોહમાયા એ કળીયુગનીકેડી,જેનો જીવને કુદરતની કૃપાએ અનુભવ પણ થાય
મનથી કરેલ નિર્મળ શ્રધ્ધાભક્તિજ,મળેલા માનવ જીવનને સન્માન આપી જાય
....મળેલ માનવજીવનની મહેંક પ્રસરે,જે જીવને મળેલ દેહથી અનુભવ થઈ જાય.
શ્રધ્ધા રાખીને આંગણુ સાફ કરતા,મળેલ ઘરમાં પરમાત્માની કૃપા આવી જાય
નિર્મળજીવનની રાહ મળે માનવીને,જે જીવનમાં અનંતશાંંતિ પણ આપી જાય
એજ કૃપા છે કુદરતની માનવદેહ પર,ના કદીય કોઇ અપેક્ષા જીવનમાં રખાય
આંગણે આવી મળેલ સ્નેહાળ રાહ,એજ પાવનકર્મની કેડી જીવનમાં મળીજાય
....મળેલ માનવજીવનની મહેંક પ્રસરે,જે જીવને મળેલ દેહથી અનુભવ થઈ જાય.
=============================================================
No comments yet.