August 12th 2017
.....
.....
. .શક્તિશાળી ભક્ત
તાઃ૧૨/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બાહુબલી હનુમાન જેના શ્રીરામ છે સુત્રધાર,એવા અજબ શક્તિશાળી ભકતએ કહેવાય
જેની પાવનરાહ ઉત્તમ હતી જીવનમાં,જે થકી રામનીકૃપાએ રાવણનુ દહનએ કરી જાય
.....પિતા પવનદેવની પરમકૃપાએ માતા અંજનીદેવી થકી પાવનદેહ પામી પવિત્રરાહ આપી જાય.
શ્રધ્ધાનોસંગ રાખી જીવનમાં ગદાના સાથે,પરમ પવિત્રદેવના દેહને એશક્તિ આપી જાય
માતાનોદેહ અવનીપર સીતાજીથી ઓળખાય,ભક્તિથીકૃપા મેળવી રાવણ દુષ્કર્મકરી જાય
લંકાપતિ રાજા રાવણ ભોલેનાથની ભક્તિ કરી,રામ પત્ની સીતાજીને જંગલમાં લાવી જાય
અવનીપર શ્રી રામથી સીતાજીને ના શોધાય,ત્યાં ભક્ત શ્રીહનુમાન પાવનરાહે શોધી જાય
.....નિર્મળ ભાવનાએ કરેલ ભક્તિ હનુમાનજીની,પ્રભુ શ્રી રામના ભાઇ લક્ષ્મણનેએ જીવાડી જાય.
ૐ નમો હનુમંતે ભય ભંજનાય સુખં કુરૂફત સ્વાહા,મંત્રનુ સ્મરણ કરી વંદન કરતા પુંજાય
હનુમાનજીની અજબ શક્તિની કૃપા થાય જીવને,જે થકી નાઆફત કે કોઇવ્યાધી અથડાય
પાવનરાહની જ્યોત પ્રગટે જીવનમાં,એ શનિવાર કહેવાય જે હનુમાનજીને રાજી કરી જાય
મળેલ દેહના જીવનમાં ઉજવળ જ્યોત પ્રગટી જાય,જ્યાં નાકોઇ મોહમાયાનો સંબંધ થાય
.....એ અજબકૃપા બજરંગબલી હનુમાનની,જે જોઇ પરમાત્મા શ્રી રામને ખુબ આનંદ થઈ જાય.
========================================================================
No comments yet.