September 20th 2017
. .નવરાત્રીનો પ્રારંભ
તાઃ૨૦/૯/૨૦૧૭ (આસો સુદ-૧ ૨૧/૯/૧૭) પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારા અનંતપ્રેમની વર્ષા વરસે,જ્યાં પવિત્ર નવરાત્રીમાં પ્રેમથી ગરબા ગવાય
ગરબે ઘુમતા ભક્તજનો સૌ તાલીઓના તાલને પકડી,સંગે ડાંડીયા ખખડાવી જાય
......નિર્મળ ભક્તિ ભાવથી ગરબે ઘુમતા,અનેક માતાનો પવિત્ર પ્રેમ ભક્તોને મળી જાય.
કૃપાની પાવન રાહ મળે ગરબે ઘુમતા ભક્તોને,અજબ શક્તિની વર્ષા દેહ પર થાય
આંગણે આવી કૃપા મળે માડીની,મળેલદેહને જગતપર પાવનરાહનો સંગ મળી જાય
નવરાત્રીનો પવિત્ર તહેવાર મળે જીવને સમયે,જે જીવનમાં માનવતાને મહેંકાવી જાય
સફળ જીવનમાં સરળ રાહનો સંગાથ મળતા,તાલીઓના તાલનો સહવાસ મળી જાય
......નિર્મળ ભક્તિ ભાવથી ગરબે ઘુમતા,અનેક માતાનો પવિત્ર પ્રેમ ભક્તોને મળી જાય.
આસો માસની અજવાળી રાતમાં પાવનરાહ પકડતા,આરાસુરથી માઅંબા આવી જાય
મેલડી માતાનો રણકાર ગાજે ગરબામાં,જ્યાં માતાનુ આગમન ભક્તોની શ્રધ્ધાએ થાય
પાવાગઢથી માતા કાળકા પધારી કરે કૃપાની વર્ષા,જીવને મળેલ જન્મ સફળ કરી જાય
અંતરમાં નારહે અપેક્ષા જીવનમાં,જ્યાં નવરાત્રીમાં કુળદેવી માતાની કૃપા જીવ પર થાય
......નિર્મળ ભક્તિ ભાવથી ગરબે ઘુમતા,અનેક માતાનો પવિત્ર પ્રેમ ભક્તોને મળી જાય.
==================================================================