November 14th 2017
...
...
. .પરમકૃપાળુ શ્રી ગણેશ
તાઃ૧૪/૧૧/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા પાર્વતીનો પરમ પ્રેમ,ને પિતા ભોલેનાથની પવિત્રકૃપા મળી જાય
જગતપર અજબ શક્તિશાળી બન્યાએ,જે પરમકૃપાળુ ગણપતિ કહેવાય
.......એવા વ્હાલા ગજાનંદ જગતમાં,જીવોના ભાગ્યવિધાતાથીય ઓળખાય.
માયામોહને દુર રાખતા માતાનો પરમપ્રેમ મળે જીવનપાવન થઈ જાય
માતા પાર્વતીને અંતરથી વંદનકરતા,મળેલ દેહને ઉજવળતા મળી જાય
માતાનાપ્રેમ સંગે પુત્ર ગજાનંદની કૃપા મળે,માનવતાનો સ્પર્શ થઈ જાય
ઉજવળ જીવન એજ મળેલ દેહના જીવને,અંતે મુક્તિ માર્ગે દોરી જાય
......એવા વ્હાલા ગજાનંદ જગતમાં,જીવોના ભાગ્યવિધાતાથીય ઓળખાય.
પિતાનો પવિત્રપ્રેમ મળે પુત્ર ગજાનંદને,જે ઉજ્વળતાનો માર્ગ દઈ જાય
ભાગ્ય વિધાતા છે અવનીપરના જીવોના,એમને શ્રી ગણપતિજી કહેવાય
મળે કૃપા પિતા શ્રી શંકર ભગવાનની,જ્યાં પુત્રને પ્રેમથીજ વંદન કરાય
આધીવ્યાધીને આંબે અવનીપર.જે મળેલદેહના જીવને શાંંન્તિએ દેખાય
.......એવા વ્હાલા ગજાનંદ જગતમાં,જીવોના ભાગ્યવિધાતાથીય ઓળખાય.
==========================================================