January 31st 2018

સન્માનની રાહ

.          .સન્માનની રાહ   

તાઃ૩૧/૧/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહથી સમયને સમજી,પળેપળને પકડી જીવજે ભઈ
નામોહ માયાને પકડતો જીવનમાં,કેના અભિમાન માગતો અહીં
......એજ સાર્થક જીવન કરે અવનીપર,જે સન્માનની રાહ મળે છે અહીં.
સમાજનો સંબંધ એ સમયની કેડી,ઉંમર વધતા મળી જાયછે ભઈ
મળે પ્રેમ મિત્રોનો દેહને જીવનમાં,જે ઉજ્વળરાહ પણ આપીજાય
ના કદી માગણીનો સ્પર્શ રહે જીવનમાં,ના આફત કોઇ મેળવાય
એજ કુદરતની પાવનકૃપા દેહપર,જે મળેલ જન્મ સફળ કરી જાય 
......એજ સાર્થક જીવન કરે અવનીપર,જે સન્માનની રાહ મળે છે અહીં.
અનેક પ્રસંગનો સંબંધમળે જીવનમાં,જે અનેકનો સાથ આપી જાય
મળેલ દેહની માનવતા પ્રસરે સમાજમાં,ત્યાં પાવનરાહજ મળી જાય
પરમાત્માની અજબકૃપા જગતપર,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ જાય
શ્રધ્ધારાખી ભક્તિકરતા જીવનમાં.માનવજીવનમાં નાક્રોધ સ્પર્શી જાય
......એજ સાર્થક જીવન કરે અવનીપર,જે સન્માનની રાહ મળે છે અહીં.
==========================================================