May 15th 2018

સદગુણનો સંગાથ

.         .સદગુણનો સંગાથ 

તાઃ૧૫/૫/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનો ભંડાર મળે જીવને,જ્યાં પાવન રાહે જીવન જીવાય
પવિત્ર પ્રેમનીગંગા વરસતા,પરમાત્માની કૃપા પણ મળી જાય
......એ જ જીવનની જ્યોત પ્રગટતા,જીવને મુક્તિમાર્ગ મળી જાય.
પાવનજીવનની મહેંક પ્રસરે જીવનમાં,દેહની નિર્મળરાહ કહેવાય
કુદરતની અજબલીલા અવનીપર,પાવનકર્મની કેડી આપી જાય
મળેલ માનવ દેહને સદમાર્ગ મળે,જે જીવને સદમાર્ગે લઈ જાય
નાઅપેક્ષા કે કોઇ માગણી રહે,જીવને અનંત શાંંતિ આપી જાય
......એ જ જીવનની જ્યોત પ્રગટતા,જીવને મુક્તિમાર્ગ મળી જાય.
માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે કર્મબંધનનીકેડી આપી જાય
અનેક દેહ મળે જીવને અવનીપર,એ કર્મના બંધનથી અનુભવાય
જીવનુ આવનજાવન એ કર્મનીકેડી,જે જન્મમરણના બંધને દેખાય
મળેલ દેહને સદગુણનો સંગાથ મળતા,જીવ પર પ્રભુની કૃપા થાય
......એ જ જીવનની જ્યોત પ્રગટતા,જીવને મુક્તિમાર્ગ મળી જાય.
===================================================