પ્રેમાળ માડી
. પ્રેમાળ માડી તાઃ૨૧/૭/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ શ્રધ્ધા ભાવથી વંદન કરતા,માડી તારી અનંતકૃપા અનુભવાય સદમાર્ગની રાહ મળતા દેહને,જે જીવને મુક્તિમાર્ગે દોરી જાય ......એજ કૃપા માતાની અવનીપર,જે પ્રેમથી ગરબા ગવડાવી જાય. પાવાગઢથી વ્હાલા મા કાળકા આવ્યા,કૃપાની વર્ષા મળી જાય તાલીઓના તાલે ગરબે ઘુમતા,માડી આજે હ્યુસ્ટન આવી જાય ૐ ક્રીં કાલીયે નમઃ ના સ્મરણથી,ઘરમાં માતાનુ આગમન થાય અનંત શક્તિશાળી માતાની કૃપા,મળેલદેહને સદમાર્ગે લઈ જાય ......એજ કૃપા માતાની અવનીપર,જે પ્રેમથી ગરબા ગવડાવી જાય. પાવનરાહની કેડીએ જીવતા,દેહને નાઆફત કોઇકદી અડી જાય સરળ જીવનની રાહ મળે,જે કુળદેવી માતા કાળકાની કૃપા થાય કૃપામળી માતારી ભક્તને,જ્યાં કાસોરમાં માડી તારા દર્શન થાય નિર્મળભાવથી માતારી ભક્તિ કરતા,પવિત્રરાહ જીવને મળી જાય ......એજ કૃપા માતાની અવનીપર,જે પ્રેમથી ગરબા ગવડાવી જાય. ======================================================