August 25th 2018
. .ચીં.રવિનો જન્મદીવસ
તાઃ૨૫/૮/૨૦૧૮ (૨૫/૮/૧૯૮૫) પ્રદીપ બ્રહ્મભટ્ટ
રાધાકૃષ્ણની ચીંધેલ પવિત્રરાહે જીવતા,હિમા રવિને સુખશાંંન્તિ મળી જાય
પરમાત્માની પરમકૃપા વર્ષે,જ્યાં સંબંધીઓના પ્રેમથી જન્મદીવસ ઉજવાય
.....એ વ્હાલાપુત્ર રવિના જન્મદીવસે,વડીલોને પ્રેમ સંગે કૅક કપાઈને ખવડાવાય.
કુળદેવી માતા કાળકાની કૃપા મળી,એજ સત્કર્મના માર્ગે જીવને દોરી જાય
ભણતરની પવિત્રરાહે માતાસરસ્વતીની પાવનકૃપાએ લાયકાત મેળવાઈ જાય
મોહમાયાનો માર્ગ મુકીને જીવનજીવતા,પત્નીહિમાનો સંગાથ પણ મળી જાય
અતિ આનંદ અમને મળ્યો સંતાનનો,જે મળેલ જીવનને સંતોષ આપી જાય
.....એ વ્હાલાપુત્ર રવિના જન્મદીવસે,વડીલોને પ્રેમ સંગે કૅક કપાઈને ખવડાવાય.
પાવનરાહને પકડી ચાલતા જીવનમાં,સન્માન સંગે વિધ્યાર્થીઓને પ્રેરી જાય
ઉજવળરાહ મળી સંત જલાસાંઇ કૃપાએ,જે પ્રેમાળ પત્નીના સંગે સમજાય
પવિત્રજીવોનો સંગ મળ્યો ચીંં.રવિહીમાને,જે સંતાન વીર,વેદથી ઓળખાય
શ્રધ્ધાપ્રેમનો સંગ રાખીને રહેતા સંતાનપર,માબાપના આશિર્વાદ મળી જાય
.....એ વ્હાલાપુત્ર રવિના જન્મદીવસે,વડીલોને પ્રેમ સંગે કૅક કપાઈને ખવડાવાય.
=============================================================
પ્રદીપ અને રમાના વ્હાલા સંતાન રવિનો આજે જન્મ દીવસ છે.તે પવિત્રદીનની
યાદ રૂપે માતા સરસ્વતીની કૃપાએ આ કાવ્ય અમારા વ્હાલા રવિને સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ,જય સાંઈરામ.