September 17th 2018
. .તાલીઓના તાલે
તાઃ૧૭/૯/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતાજીનો પ્રેમ મળે ભક્તોને,જ્યાં તાલીઓના તાલે ગરબા ઘુમાય
શ્રધ્ધા રાખીને વંદન કરતા માતાને,જીવપર પવિત્રપ્રેમની વર્ષા થાય
.......જ્યાં નિર્મળભાવથી ગરબે ઘુમતા,ભક્તોપર માતાજીની કૃપા થઈ જાય.
પવિત્રધર્મનો સમય પારખી ભક્તો પધાર્યા,સંગે દાંડીયારાસ રમી જાય
આજે અનેક સ્વરૂપે પધારે માતાજી,જ્યાં પાવનરાહેજ ગરબા ગવાય
તાલી સંગે ગરબે ધુમતા નર ને નારી,મળેલ જીવન પાવન કરી જાય
નવરાત્રીની પવિત્રરાત્રીએ ધર્મ સમજતા,પવિત્રપ્રેમપણ મળતોથઈ જાય
.......જ્યાં નિર્મળભાવથી ગરબે ઘુમતા,ભક્તોપર માતાજીની કૃપા થઈ જાય.
માડી તારા ચારણને વંદન કરતા ભક્તો,નિર્મળભાવે ગરબે ઘુમી જાય
તાલીઓના સંગે શ્રધ્ધાએ દાંડીયા રમતા,માડીની કૃપાનો અનુભવ થાય
પ્રેમથી માડી કૃપા કરજો ભક્તો પર,જીવને મળેલદેહ પાવન થઈ જાય
અનંતકૃપાળુછે માતા અવનીપર,જે અનેકદેહ લઈ ધરતી પવિત્ર કરીજાય
.......જ્યાં નિર્મળભાવથી ગરબે ઘુમતા,ભક્તોપર માતાજીની કૃપા થઈ જાય.
============================================================