November 7th 2018

દીવાળીનો ઉત્સવ

 

Image result for દીવાળીનો ઉત્સવ

.            .દીવાળીનો  ઉત્સવ 

તાઃ૭/૧૧/૨૦૧૮                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનરાહ મળે દેહને જીવનમાં,જ્યાં પવિત્રધર્મમાં દીવાળીએ માતાનુ પુંજન થાય
પવિત્રકૃપા મળે માતાની દેહને,જે મળેલ જીવનમાં અનંતશાંંન્તિની વર્ષાકરી જાય
......એ પવિત્ર હિંદુ ધર્મ છે જગતપર,જે દીવાળીનુ પુંજન સંગે નવા વર્ષને વેદન થાય.
માનવદેહને સ્પર્શે છે ધર્મ અવનીપર,જે સમયના સંગે અનેક પ્રસંગ આપી જાય
મહેંક પ્રસરે જીવને મળેલદેહની,પાવનકર્મબંધન માતાની પરમકૃપાએ મળી જાય
નિખાલસ ભાવનાનો સંગાથ એ કૃપા પ્રભુની,જ્યાં ધુપદીપને પ્રેમથી વંદન કરાય
દીવાળીના પવિત્રદીવસે પુંજન કરતા,માતાની કૃપાએ નુતન વર્ષનુ આગમનથાય
......એ પવિત્ર હિંદુ ધર્મ છે જગતપર,જે દીવાળીનુ પુંજન સંગે નવા વર્ષને વેદન થાય.
ઢોલનગારાને સંગે દેહને કસરત મળી જાય,સંગે ફટાકડાને દારૂખાનુ પણ ફોડાય
હિંદુ ધર્મની એજ પવિત્રજ્યોત છે જગતપર જેમાં અનેકપવિત્ર તહેવારોને ઉજવાય
સગા સંબંધીઓનો સાથ મળે દેહને,એજ નિર્મળ જીવનનો સહવાસ પણ કહેવાય
આંગણે આવી માતાની કૃપા મળે,જે મળેલદેહને પવિત્રકર્મના વર્તનથી અનુભવાય  
......એ પવિત્ર હિંદુ ધર્મ છે જગતપર,જે દીવાળીનુ પુંજન સંગે નવા વર્ષને વદન થાય.
==================================================================
   દીવાળીના પવિત્ર દીવસે શ્રી લક્ષ્મીમાતા અને કુળદેવી શ્રી કાળકામાતાને ધુપદીપથી    
અર્ચના કરી કુટુંબ સહિત દીવાળીના પવિત્રદીવસે વંદન કરતા આ કાવ્ય માતાને અર્પણ.
લી.પ્રદીપ સહિત પરિવાર. (તાઃ૭/૧૧/૨૦૧૮ બુધવાર,વિક્રમ સંવત ૨૦૭૪ ની દીવાળી.)
====================================================================