November 13th 2018

નિર્મળતાની ભક્તિ

.           .નિર્મળતાની ભક્તિ
તાઃ૧૩/૧૧/૨૦૧૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રપ્રેમ એ નિખાલસતા જીવનની,નિર્મળ જીવનનો સંગાથ આપી જાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,અદભુત શક્તિનો સહવાસ પણ દઈ જાય
......નિર્મળભાવનાથી ભક્તિ કરતા,પુજ્ય જલારામની જેમ જીવન પાવન થાય.
અવનીપરનુ આગમન એસંબંધ કર્મનો,જગતપર નાકોઇજ જીવથી છટકાય
અનેક કર્મનીરાહ જીવનમાં જ્યાં દેહ મળી જાય,જે સમય સંગે પકડી જાય
પરમાત્માની કૃપા મળે નિર્મળભક્તિએ,જ્યાં શ્રધ્ધાભાવનાથીજ ભક્તિ કરાય
સમયનો સંબંધ છે જીવને અવનીપર,જે કળીયુગ કુદરતના વર્તનથી દેખાય
......નિર્મળભાવનાથી ભક્તિ કરતા,પુજ્ય જલારામની જેમ જીવન પાવન થાય.
કુદરતની લીલા છે ન્યારી જગતપર,એ સત્કર્મના સંબંધે જીવતાજ સમજાય
કર્મનો સંબંધ છે અવનીપરના સમયસંગે,નિર્મળભાવનાની ભક્તિએ બચાય
નામોહ સ્પર્શે કે ના કોઇ માયાનો સંબંધ પણ થાય,એ પાવનરાહ કહેવાય
નિર્મળજીવનનો સંગાથ મળે દેહને,જ્યાં ભક્તિપ્રેમના સંબંધે જીવન જીવાય
......નિર્મળભાવનાથી ભક્તિ કરતા,પુજ્ય જલારામની જેમ જીવન પાવન થાય.
============================================================