December 16th 2018
.
.
. .મળ્યો પ્રેમ
તાઃ૧૬/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળ્યો જીવનમાં પ્રેમ માતાલક્ષ્મીનો,જે નિર્મળશ્રધ્ધાએ કરેલ ભક્તિથી મેળવાય
જીવને મળેલ અનંત શાંંન્તિ જીવનમાં,પવિત્ર પાવનકર્મનો સંગાથ આપી જાય
.......ૐ મહાલક્ષ્મીયે નમો નમઃના સ્મરણથી,જીવનમાં પવિત્રભક્તિ માર્ગ મળી જાય.
માનવદેહ એ કૃપાપરમાત્માની જીવપર,જે સમજણનો સંગાથ જીવને દઈ જાય
કર્મના બંધન તો દેહને સમય સમયે દોરી જાય,ના કોઇથી જગતપર છટકાય
મળે સત્કર્મનો સંગાથ દેહને જીવનમાં,એ શ્રધ્ધાભાવથી કરેલ પુંજાથી મેળવાય
અદભુતકૃપા છે માતાની ભક્તોપર,મળેલદેહને સુખશાંંતિનો સંગાથ મળી જાય
.......ૐ મહાલક્ષ્મીયે નમો નમઃના સ્મરણથી,જીવનમાં પવિત્રભક્તિ માર્ગ મળી જાય.
માયાની કેડી ના મળે કે ના મોહ જીવનમાં અડી જાય,એ પાવનરાહ કહેવાય
માતા લક્ષ્મીની પવિત્રકૃપા દેહને સત્કર્મથી પ્રેરીજાય,જીવનમાં શાંંતિ મળી જાય
મળ્યો માતાનૉ પ્રેમ દેહને ત્યાં પરમાત્મા વિષ્ણુ ભગવાનની કૃપા પણ મેળવાય
એજ પાવનકર્મ દેહના શ્રધ્ધાભાવનાએ કરેલ ભક્તિએ,જીવને પાવનરાહ દઈજાય
.......ૐ મહાલક્ષ્મીયે નમો નમઃના સ્મરણથી,જીવનમાં પવિત્રભક્તિ માર્ગ મળી જાય.
================================================================
No comments yet.