. .જન્મનો દીવસ
તાઃ૨૧/૬/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી હિમાને શ્રીનાથજીની,જે રવિને જીવનસંગી કરી જાય
અનંત શાંંતિની વર્ષા થઈ જીવનમાં,જે હિમાને લગ્ન થતા મળી જાય
.....મળ્યો પ્રેમ હિમાને માબાપનો જીવનમાં,જે જન્મદીવસને યાદ આપી જાય.
સમયને સમજીને ચાલતા જીવનમાં,દુબઈથી એ હ્યુસ્ટનમાં આવી જાય
પ્રેમનીપરખ એ નિર્મળ જીવનની રાહ છે,જે સંતાનના આગમને દેખાય
પવિત્રજીવને દેહ મળ્યો અવનીપર,જે સંતાન વીરના નામથી ઓળખાય
સરળજીવનની રાહ પકડી ચાલતો વીર,બાદાદાને પ્રેમથી વ્હાલ કરીજાય
.....મળ્યો પ્રેમ હિમાને માબાપનો જીવનમાં,જે જન્મદીવસને યાદ આપી જાય.
નિર્મળભાવના સંગે જીવનજીવતા,રવિપર સંતજલાસાંઇની પાવનકૃપા થાય
ભણતરની પાવનરાહ મળી જીવનમાં,જે સુખશાંંતિનો સંગાથ આપી જાય
રવિ સંગે હિમા પવિત્રરાહે જીવનજીવતા,પપ્પામમ્મીને અનંત આનંદ થાય
પવિત્રપુત્ર વેદનુ આગમનથતા કુટુંબને,માકૃપાએ કુળ આગળ ચાલતુ જાય
.....મળ્યો પ્રેમ હિમાને માબાપનો જીવનમાં,જે જન્મદીવસને યાદ આપી જાય.
=================================================================
મારા પુત્ર ચીં.રવિની પત્ની અ.સૌ.હિમાનો આજે જન્મદીવસ છે.તે દીવસની
યાદ રૂપે આકાવ્ય અમારા તરફથી સપ્રેમ ભેંટ. તાઃ૨૧/૬/૨૦૧૯.
=================================================================