March 24th 2020

કળીયુગની માયા

.            .કળીયુગની માયા        

તાઃ૨૪/૩/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી છે જગતપર,જે કળીયુગની માયા કહેવાય
નાસમય કોઇથીય પકડાય જીવનમાં,જે અનુભવે સમજાઈ જાય
......સ્પર્શ કરે મળેલદેહને અવનીએ,જે કળીયુગની માયા કહેવાય.
સરળ જીવનમાં આફતનો ઓડકાર થાય,જ્યાં સમયસંગે ચલાય
અજબલીલા છેકુદરતની જગતપર,જે સતયુગકળીયુગથી સમજાય
મળેલ દેહને સંબંધ છે સમયનો,જે જીવને કર્મથીજ સ્પર્શી જાય
માનવદેહ એજ પરમાત્માનીછે કૃપા,અનેકદેહથી છટકાઈ જવાય
......સ્પર્શ કરે મળેલદેહને અવનીએ,જે કળીયુગની માયા કહેવાય.
જીવને મળેલ નિર્મળરાહ જીવનમાં,જયાં નિર્મળભાવનાએ જીવાય
કર્મનો સંબંધ તો મળેલદેહને છે,એ સતયુગ કળીયુગથી મેળવાય
કળીયુગની હવા મળે દેહને,જે કોરોના વાયરસથી દુઃખ દઈજાય
પવિત્રભાવનાથી ભક્તિ કરતા,કળીયુગના વાયરસથી છટકાવાય
......સ્પર્શ કરે મળેલદેહને અવનીએ,જે કળીયુગની માયા કહેવાય.
====================================================