ગોકુળનો કાનુડો
.ગોકુળનો કાનુડો તાઃ૧૦/૮/૨૦૨૦ (જન્માષ્ટમી) પ્રદીપ બ્રહ્મભટ્ટ કાનુડો અમારો લાડલો જીવનમાં,ગોકુળનો એ ગોવાળીયોય કહેવાય પરમકૃપા મળી માતા જશોદાની,જગતપર દેવકીનંદનથીય ઓળખાય .....એજ મારા વ્હાલા શ્રીકૃષ્ણ છે.જેમના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય. અવનીપર ના અસરઅડે સમયની,પાવનરાહે ઉજવળ જીવનથી દેખાય અનંતપ્રેમની ગંગાવહી જીવનમાં,જે અનેક ગોપીઓનો પેમ આપી જાય ગોર્વધન ગીરધારીને અનેક ગોપીઓનો.પાવનપ્રેમ ગરબેરમતા મળીજાય પરમાત્માએ એ દેહ લીધો ગોકુળમાં,જે પવિત્રરાહેજ શ્રધ્ધા આપી જાય .....એજ મારા વ્હાલા શ્રીકૃષ્ણ છે.જેમના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય. શ્રીમતી રુક્ષમણીના એ ભરથાર હતા,જેને ગોપીઓમાંથી રાધા મળીજાય અનેક સંબંધીઓનો સંગાથ મળ્યો જીવનમાં,એ પરમાત્માની કૃપા કહેવાય દ્વારકાના એ લાડલા દ્વારકાધીશ પણ કહેવાય,જેમને જન્માષ્ટમીએ પુંજાય ભારતએ જ પવિત્રભુમી છે,જ્યાં પરમાત્મા અનેક નામોથી દેહ લઈ જાય .....એજ મારા વ્હાલા શ્રીકૃષ્ણ છે.જેમના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય. ===========================================================