September 12th 2020
*****
*****
. .પવનપુત્ર હનુમાન
તાઃ૧૨/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બાહુબલીબળવાન જગતમાં અજબશક્તિશાળી,એજ પવનપુત્ર પણ કહેવાય
શ્રી રામસીતાના વ્હાલાભક્ત હતા,શક્તિશાળી રાજારાવણનુ એદહન કરીજાય
.....એવા શ્રી હનુમાનજીને પવનપુત્ર કહેવાય,સંગે અંજનીમાતાના સંતાનથીય ઓળખાય.
મળેલદેહને પરમાત્માની ક્રુપાએ શક્તિમળી,જીવનમાં પાવનકર્મ એ કરી જાય
માતા અંજનીના એ લાડલા દીકરા,જે મળેલદેહથી માતાનો પ્રેમ મેળવી જાય
સુર્યદેવના વ્હાલા પુત્ર પવનદેવના પ્રેમથી,પત્ની અંજનીને સંતાન આપી જાય
માતાપિતાના પ્રેમ સંગે આશિર્વાદથી,હનુમાનજી અજબશક્તિશાળી થઈ જાય
.....એવા શ્રી હનુમાનજીને પવનપુત્ર કહેવાય,સંગે અંજનીમાતાના સંતાનથીય ઓળખાય.
કૃપામળી પવનપુત્ર હનુમાનની,જયાં પરમાત્મા શ્રીરામ સંગે સીતાજીને વંદનથાય
શ્રધ્ધાભાવથી ભક્ત્રિ કરતા જીવનમાં,પવિત્રશક્તિશાળી કૃપા પ્રદીપને મળી જાય
રામનામની માળા જપતા ભક્તને,જીવનમાં પાવનકર્મનો સંગાથપણ મળતો જાય
મારા વ્હાલા હનુમાનજીને,શનિવારે જય હનુમાન સંગે હનુમાન ચાલીસાય વંચાય
.....એવા શ્રી હનુમાનજીને પવનપુત્ર કહેવાય,સંગે અંજનીમાતાના સંતાનથીય ઓળખાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++