September 16th 2020
+
+
. .ભક્તિનો સાગર
તાઃ૧૬/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયસંગે દેહ મળે જીવને અવનીપર,જે થયેલકર્મના બંધનથી લાવી જાય
ગતજન્મે મળેલ માનવદેહને સંબંધસ્પર્શે,જે અવનીપરના આગમનથી દેખાય
.....એ અદભુતલીલા અવીનાશીની જગતપર,કર્મની અનેકરાહથી જીવને સ્પર્શી જાય.
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા,સમયે જીવનમાં સમજણ આપી જાય
અપેક્ષામોહને દુર રાખીને જીવવા,પ્રભુના અનેકદેહ ભારતમાંજ પ્રગટી જાય
જીવને મળેલદેહને સુખ માટે પુંજનકરવા,ભક્તિના સાગરને વહેવડાવી જાય
ભક્તિનો સાગર એપવિત્રનદીનીકૃપા,વંદનકરી અર્ચનાકરતા મુક્તિમળી જાય
.....એ અદભુતલીલા અવીનાશીની જગતપર,કર્મની અનેકરાહથી જીવને સ્પર્શી જાય.
પરમાત્મા એ લીધેલદેહ,જે શંકરભગવાનથી ઓળખાય એ ગંગાવહાવી જાય
પવિત્રગંગા જળથી અર્ચના કરતા જીવનમાં,પવિત્ર જીવનની રાહ મળી જાય
અનેક માતાનાદેહ લીધા ભારતમાં,આરાશુરમાં અંબામાતાથીય એ ઓળખાય
વ્હાલા અંબામાતાના આશિર્વાદ મળ્યા,જે મને ભક્તિસાગરનીરાહ આપીજાય
.....એ અદભુતલીલા અવીનાશીની જગતપર,કર્મની અનેકરાહથી જીવને સ્પર્શી જાય.
****************************************************************
No comments yet.