September 26th 2020
++++
++++
. .પવિત્ર ભક્તિ
તાઃ૨૬/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપા પરમાત્માની અવનીપર મળે,જ્યાં નિર્મળ ભાવનાસંગે પવિત્ર ભક્તિ થાય
મળેલ માનવદેહને પાવનરાહ મળે,જયાં રામસીતાની કૃપાએ હનુમાનજી ઓળખાય
....અજબ શક્તિશાળી પવનપુત્ર હનુમાન,સંગે માતા અંજનીના એ લાડલા દીકરાય કહેવાય.
ભારત પવિત્રભુમી જગતપર જ્યાં શ્રીરામનો જન્મથયો,જે રાજા દશરથ પુત્ર કહેવાય
કુટુંબની પાવનરાહ લેવા પત્ની સીતાજી મળી જાય,સંગે ભાઈ લક્ષ્મણ આવી જાય
જગતમાં ના કોઇ દેહની તાકાત જે સમયને પકડી,મળેલદેહનો સમય પસાર થાય
પરમભક્ત હનુમાનજીએ ભારતમાં દેહ લીધો,જે પવિત્રકર્મ સંગે જીવન જીવી જાય
....અજબ શક્તિશાળી પવનપુત્ર હનુમાન,સંગે માતા અંજનીના એ લાડલા દીકરાય કહેવાય.
શ્રીહનુમાનજી અનેકનામથી ઓળખાય,એ બાહુબલી બજરંગબલી મહાવીર કહેવાય
પરમાત્મા શ્રીરામના લાડલા ભક્ત થયા,જ્યાં રાજારાવણને ત્યાંથી સીતાજી લેવાજાય
મળેલદેહને પવિત્રભક્તિ રાહ મળી,શ્રીરામના ભાઈ લક્ષ્મણને મૃત્યુથી બચાવી જાય
શ્રીરામસંગે શ્રી હનુમાનજીની અજબકૃપા મળે,જ્યાં હનુમાન ચાલીસાનુ વાંચન થાય
....અજબ શક્તિશાળી પવનપુત્ર હનુમાન,સંગે માતા અંજનીના એ લાડલા દીકરાત કહેવાય.
************************************************************************