October 15th 2020

. .પવિત્ર નવરાત્રી .
તાઃ૧૫/૧૦/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રગાથા પ્રગટાવતા ગુજરાતની,જે ગુજરાતીઓની પવિત્રરાહથી દેખાય
મળેલ દેહથી પવિત્ર પ્રસંગને ઉજવતા,દુનીયામાં ધાર્મીકરાહથી ઉજવીજાય
.....એવો ધાર્મીક તહેવાર માતાની પવિત્રકૃપા મેળવવા,નવરાત્રીના પ્રસંગથી ઉજવાય.
તાલી પાડીને ગરબે ધુમતા ગુજરાતીઓ,દાંડીયા રાસ સંગે વંદન કરી જાય
પરમકૃપાળુ માતાના આશિર્વાદ મળે,જે ભક્તોને ગરબે ધુમતાજ મળી જાય
ભક્તિની પવિત્રરાહ પકડી દુનીયામાં,હિંદુ ધર્મની જ્યોત જગતમાં પગટાવી
પવિત્રકર્મનો સંગાથ રાખતા ગુજરાતીઓ.પરદેશમાં પવિત્રનામના કરી જાય
.....એવો ધાર્મીક તહેવાર માતાની પવિત્રકૃપા મેળવવા,નવરાત્રીના પ્રસંગથી ઉજવાય.
ભારત પવિત્રભુમીછે જ્યાં પવિત્રદેહથી જન્મલઈ પરમાત્મા પ્રેરણા કરી જાય
મળેલ માનવદેહને પવિત્રકર્મની રાહ ચીંધી,મળેલ જીવને મુક્તિએ પ્રેરી જાય
ગુજરાતીઓની પવિત્ર ગાથા કર્મથી દેખાય,ના જીવનમાં કદી અપેક્ષા રખાય
એવા વ્હાલા ગુજરાતીઓ માતાને વંદન કરવા,નવરાત્રીમાં ગરબા ગાઈ જાય
.....એવો ધાર્મીક તહેવાર માતાની પવિત્રકૃપા મેળવવા,નવરાત્રીના પ્રસંગથી ઉજવાય.
*******************************************************************
No comments yet.