November 12th 2020

. .જય ધનતેરશ
તાઃ૧૨/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારત એક પવિત્રભુમી અવનીપર,જ્યાં પરમાત્મા અનેક પવિત્રદેહ લઈ જાય
અદભુત તાકાત વ્હાલા લક્ષ્મીમાતાની,કૃપાએ ધરતીપર દેહને સુખ મળી જાય
....એજ પવિત્રકૃપા તહેવાર પર,જે હિંંદુ ધર્મમાં ઉજવળ તહેવારથી જ ઓળખાય
લક્ષ્મીમાતાનો દેહ લીધો ભારતમાં,જ્યાં શ્રી વિષ્ણુજીનાએ પત્નિ પણ કહેવાય
અવનીપર મળેલ દેહને સંબંધ કર્મનો,જે જીવને જન્મમરણના સંબંધથી દેખાય
કર્મધર્મને પવિત્રરાહે પકડી જીવતા,મળેલ દેહપર પરમાત્માની પવિત્રકૃપા થાય
પવિત્રતહેવારના દીવસો ભારતમાં સચવાય,જે ધનતેરશ દીવાળી પણ કહેવાય
....એજ પવિત્રકૃપા તહેવાર પર,જે હિંંદુ ધર્મમાં ઉજવળ તહેવારથી જ ઓળખાય
મળેલ જન્મને સાર્થક કરવા માનવીને,જીવનમાં નિર્મળ શ્રધ્ધાએ ભક્તિ કરાય
પાવનકૃપા મળે પવિત્રદેહને જીવનમાં,જે દેહને તનમનથી શાંંતિ આપી જાય
અનેક પવિત્રદેહ પરમાત્માના દેહ કહેવાય,જે પવિત્રભાવનાથી પુંજતા સમજાય
વ્હાલા પુજ્ય લક્ષ્મીમાતાની કૃપા મળે,જ્યાં પવિત્ર ધનતેરશે પુંજનઅર્ચન કરાય
....એજ પવિત્રકૃપા તહેવાર પર,જે હિંંદુ ધર્મમાં ઉજવળ તહેવારથી જ ઓળખાય
***************************************************************
November 11th 2020

. . મા અંબાજી
તાઃ૧૧/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આરાશુરથી પધારો હ્યુસ્ટન,મારા વ્હાલા માતાજીની કૃપા મેળવાય
પવિત્ર માતા અંબાજીના દર્શન કરતા,જીવનમાં શાંંતિય મળી જાય
.....એવા અમારા વ્હાલા આરાશુરના,મા અંબાજી અખંડ કૃપા કરી જાય.
ભક્તિરાહ પકડીને ચાલતા જીવનમાં,અનેક પવિત્રરાહ જ મેળવાય
પાવનકર્મ પકડીને ચાલતા કુટુંબમાં,માતાની પાવનકૃપા અનુભવાય
નાકોઇ તકલીફ અડે કે ના મોહમાયા,જીવથી પવિત્રકર્મ થઈ જાય
મળેલદેહ પર માતાની કૃપા થતા,જીવને સત્કર્મનો સંગાથ મળીજાય
.....એવા અમારા વ્હાલા આરાશુરના,મા અંબાજી અખંડ કૃપા કરી જાય.
આંગણે પધારી માતાજી આશિર્વાદ દે,જે મળેલ દેહથીજ અનુભવાય
પવિત્રકૃપા મળે પવિત્ર દીવસોમાં,જે અમારી પવિત્રપુંજા ઘરમાં કરાય
માતા અંબાજી આરાશુરથી પધાર્યા આંગણે,ત્યાં પધારોપ્રેમથી કહેવાય
પરમકૃપા મળી માતાની જે સંગે પાવાગઢથી કાળકામાતાને લાવી જાય
.....એવા અમારા વ્હાલા આરાશુરના,મા અંબાજી અખંડ કૃપા કરી જાય.
***********************************************************
November 10th 2020
. . પાવનકર્મની રાહ
તાઃ૧૦/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહને પાવનકર્મની રાહ મળી,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
નિર્મળ ભાવનાસંગે જીવન જીવાય,જ્યાં શ્રધ્ધા ભાવનાથી ભક્તિ થાય
.....એ અજબલીલા અવનીપર દેહને સ્પર્શે,જે મળેલ માનવદેહને કર્મથી સમજાય.
કુદરતની કૃપા અનેક સમયથી,જીવને મળેલરાહે આવનજાવનથી દેખાય
નિર્મળરાહ મળે જીવના મળેલ દેહને,એ ગતજન્મે કરેલ કર્મથી મેળવાય
ના માગણી મોહનો સ્પર્શ અડે,જ્યાં પાવનરાહે માનવજીવન જીવી જાય
પાવન ભક્તિનો સંગાથ મળે જીવનમાં,જ્યાં પવિત્ર આશિર્વાદ મેળવાય
.....એ અજબલીલા અવનીપર દેહને સ્પર્શે,જે મળેલ માનવદેહને કર્મથી સમજાય.
કર્મ એ પરમાત્માની કૃપા જગતપર,જે જન્મમરણનો સંબંધ આપી જાય
અનેકદેહનો આધાર જીવનો અવનીપર,માનવ દેહથી જ જીવને સમજાય
પશુપક્ષીએ નિરાધાર દેહ જગતપર,જે દેહને નાકોઇ સમજણ મળી જાય
અદભુત કર્મની લીલા જીવને સ્પર્શે,એ અનેકરાહ મળેલદેહને આપી જાય
.....એ અજબલીલા અવનીપર દેહને સ્પર્શે,જે મળેલ માનવદેહને કર્મથી સમજાય
==============================================================
November 6th 2020
**
**
. .પકડ પ્રેમની
તાઃ૬/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માની જગતપર,મળેલદેહને અનુભવે એ સમજાય
કર્મનીકેડી એ નિર્મળરાહ છે દેહની,જે ધર્મકર્મની કેડીથી મેળવાય
.....પવિત્રકર્મની રાહએ નિર્મળપ્રેમની પકડ,એ જીવના દેહને સ્પર્શી જાય.
અનેકદેહથી આગમન જીવનુ,એ પાલનહારની અજબલીલા કહેવાય
આગમનવિદાય અવનીપર જીવનુ,જે અનેક માર્ગથી કર્મ આપીજાય
નિર્મળ પ્રેમની પકડ છે એ દેહની,જીવનમાં પાવનકર્મ કરાવી જાય
મળેલ માનવદેહને કુદરતની ક્ર્પામળે,એ પાવનકર્મની કેડીએ દેખાય
.....પવિત્રકર્મની રાહએ નિર્મળપ્રેમની પકડ,એ જીવના દેહને સ્પર્શી જાય.
સવારસાંજ એ કુદરતની લીલા,જગતપર નાકોઇથી કદી સમય પકડાય
માનવદેહને સમજણ પડે એ દેહને,જીવનમાં સમયસંગે ચાલતા સમજાય
મળે પ્રેમ પ્રેમાળ માનવીનો દેહને,જે જીવને પવિત્રરાહ આપી લઈ જાય
અવનીપરની આવનજાવન એ જીવની,પકડ પ્રેમની સમયે સમજાઈ જાય
.....પવિત્રકર્મની રાહએ નિર્મળપ્રેમની પકડ,એ જીવના દેહને સ્પર્શી જાય.
***********************************************************
November 5th 2020
. .સાંઈબાબા પધારો
તાઃ૫/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રધ્ધા ભાવથી ભક્તિ કરતા,જીવપર પરમાત્માની પાવનકૃપા થઈ જાય
સુખસહિત અનંતશાંંતિ મળી જીવનમાં,જે પુ.સંત સાંઇબાબાની કૃપા કહેવાય
.....એજ અનુભવની વર્ષા થઈ જીવ પર,જે શેરડીના વ્હાલા સાંઇબાબાથી મેળવાય.
પાવનરાહ મળી જીવને નિર્મળભક્તિ કરતા,જ્યાં ૐ શ્રી સાંઈથી સ્મરણ થાય
પ્રેમ મળ્યો મને વ્હાલા સાંઈબાબાનો,જે મને શેરડી ગામે દર્શને બોલાવી જાય
શ્રધ્ધાભાવથી રાહ પકડી ચાલતા,સાંઈબાબાના ગામમાં સમયેજ પહોચીં જવાય
અનંત ભક્તોના આગમનથીજ સમય મને નામળ્યો,જે કળીયુગમાં દુર લઈ જાય
.....એજ અનુભવની વર્ષા થઈ જીવ પર,જે શેરડીના વ્હાલા સાંઇબાબાથી મેળવાય.
સમયનો અંત થતા પહેલા શેરડીમાં,પાવન કૃપા શ્રધ્ધાએ બાબાના દર્શન થાય
સાંઈબાબાને વંદન કરીને પ્રાર્થના કરી,તમે કૃપા કરી હ્યુસ્ટન આવી મળી જાવ
આવી આંગણે દર્શન દીધા પવિત્રકૃપાએ,જે મારા પવિત્રકુળને આગળ લઈજાય
એવા મારા વ્હાલા પાવનસંત સાંઇબાબા,જગતપર પરમાત્મા તરીખે ઓળખાય
.....એજ અનુભવની વર્ષા થઈ જીવ પર,જે શેરડીના વ્હાલા સાંઇબાબાથી મેળવાય.
*****************************************************************
November 2nd 2020
***
***
. .પવિત્ર પર્વત
તાઃ૨/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી પર્વત હિમાલય છે,જે ભારતદેશની શાન વધારી જાય
પવિત્રદેહ લીધો પરમાત્માએ ભારતમાં,જે ભોલેનાથ શંકર ભગવાન કહેવાય
....જે પવિત્ર પર્વત હિમાલયપર પવિત્રદેહ લઈને,પવિત્ર ગંગાજમના વહેતી કરી જાય.
ત્રિશુળધારી ને સંગે શંખવગાડે,જે જગતમાં ભારતની ઓળખાણ આપી જાય
પવિત્ર પ્રેમ મળ્યો જીવનસંગીની પાર્વતી માતાનો,જે પવિત્રકુળ વધારી જાય
ૐ નમઃ શિવાયનુ સ્મરણ કરતા.પરમાત્મા શ્રી શંકર ભગવાનની કૃપા થાય
સંગે પત્નિપાર્વતીની કૃપા પામતા,જીવનમાં સુખ સાગરની ગંગાય વહી જાય
....જે પવિત્ર પર્વત હિમાલયપર પવિત્રદેહ લઈને,પવિત્ર ગંગાજમના વહેતી કરી જાય.
માબાપની રાહ મળી પવિત્રદેહને,જે સંતાન ગણેશ અને કાર્તીકથી મેળવાય
પવિત્રપ્રેમના આશિર્વાદ પુત્ર શ્રીગણેશને,જગતમાં એ વિઘ્નવિનાયક થઈ જાય
મળેલ માનવદેહને જીવનમાં સુખશાંંતિ મળે,જ્યાં ગણેશજીની પાવનપુંજા થાય
રિધ્ધીસિધ્ધીના પતિદેવ શ્રી ગણેશજી,પવિત્રભુમી ભારતપર એ વિઘ્નહર્તા થાય
....જે પવિત્ર પર્વત હિમાલયપર પવિત્રદેહ લઈને,પવિત્ર ગંગાજમના વહેતી કરી જાય.
*******************************************************************
November 1st 2020
***
***
. .જન્મદીવસની જ્યોત
તાઃ૪/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વ્હાલી અમારી લાડલી દીકરી દીપલને,આજે પ્રેમથી હેપ્પીબર્થડેજ કહેવાય
સમયની પવિત્રરાહ પકડીનેચાલતી વ્હાલી દીકરી,આજે છત્રીસવર્ષની થાય
....એજ પરમકૃપા મળી સંત જલાસાંઇની,એ નિશીતકુમારની જીવનસંગીની થઈ જાય.
પાવનકૃપા મળી પરમાત્માની જીવનમાં,એસદમાર્ગે જીવને શાંંતિઆપી જાય
મળેલદેહને સત્કર્મનો સંગાથ મળે,ના કોઇ મોહમાયા કે અપેક્ષા અડી જાય
માનવજીવનમાં સુખ શાંંતિનો સાથ મળે,જ્યાં નિર્મળ ભાવેજ ભક્તિ કરાય
જન્મદીવસની પવિત્ર જ્યોત પ્રગટે,જે પપ્પા મમ્મીના આશિર્વાદથી મેળવાય
....એજ પરમકૃપા મળી સંત જલાસાંઇની,એ નિશીતકુમારની જીવનસંગીની થઈ જાય.
ભક્તિમાર્ગની રાહે જીવન જીવતા,મળેલ દેહના કુળને એ આગળ લઈજ જાય
પરમાત્માને પાવનપ્રાર્થના કરી વંદનકરતા,સમય સંગે મળેલદેહ પર કૃપા થાય
વ્હાલી અમારી દીપલ પાવનરાહે જીવનજીવી,નિશીતકુમારને પ્રેમ આપી જાય
મળેલદેહના જન્મદીવસને યાદ કરી જીવતા,સતમાર્ગે જીવનમાં શાંંતિ મળીજાય
....એજ પરમકૃપા મળી સંત જલાસાંઇની,એ નિશીતકુમારની જીવનસંગીની થઈ જાય.
******************************************************************
અમારી વ્હાલી દીકરી દીપલનો આજે જન્મદીવસ છે તેની જન્મતારીખને
યાદ રાખી તે પ્રસંગ નિમીત્તે આ કાવ્ય તેને અમારા તરફથી સપ્રેમ ભેંટ.
લી.પપ્પા સહિત મમ્મી,ભાઈ રવિ અને હિમા.
*****************************************************************