December 9th 2020
*****
*****
. શ્રી લક્ષ્મી માતા
તાઃ૯/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહ લીધો ભારતની એ ભુમી પર,જે માતા લક્ષ્મીથી ઓળખાય
શ્રી વિષ્ણુ ભગવાનની પાવનપત્ની,જેમનીકૃપાએ સુખશાંંતિ મળી જાય
....એજ માતા ધનલક્ષ્મી છે અવનીપર,જે જીવોને પાવનરાહે જીવન આપી જાય.
જીવને મળેલદેહ એ કર્મનો સંબંધ છે,એ જીવને દેહ મળતાજ દેખાય
મળેલ જન્મને ઉંમરનો સંબંધ દેહથી,જે સમયસંગે સમજીને જ ચલાય
પરમકૃપાળુ માતા લક્ષ્મીછે જીવનમાં,એ દેહપર ધનની કૃપા કરી જાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા માતાની,જીવનમાં નાકોઇ તકલીફ મેળવાય
....એજ માતા ધનલક્ષ્મી છે અવનીપર,જે જીવોને પાવનરાહે જીવન આપી જાય.
પવિત્ર કૃપાળુ માતા છે,સંગે પતિદેવ શ્રીવિષ્ણુ ભગવાનનો પ્રેમ મેળવાય
કુદરતની આ કૃપા ભારત દેશપર,જ્યાં પરમાત્મા અનેક જન્મ લઈ જાય
મળેલદેહને ના કોઈ સમય સ્પર્શે,જ્યાં નિર્મળ ભાવનાથી જીવન જીવાય
પવિત્ર ધર્મ હિંદુ છે જગતમાં,જેમાં અનેક પવિત્રદેહોનો સંગ મળી જાય
....એજ માતા ધનલક્ષ્મી છે અવનીપર,જે જીવોને પાવનરાહે જીવન આપી જાય.
***************************************************************
No comments yet.