December 17th 2020

. .શ્રધ્ધાનો સાગર
તાઃ૧૭/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ થાય
અવનીપરનુ આગમન અને વિદાય,એ જીવનમાં કરેલ કર્મથીજ મેળવાય
....પવિત્રરાહને પામવા મળેલદેહથી,શ્રધ્ધાના સાગરમાં નિર્મળ ભક્તિથી રહેવાય.
કુદરતની પાવનલીલા દેહને મળે,જ્યાં રામનામના સ્મરણથીજ સમજાય
અજબ શક્તિશાળી હનુમાનજી,સીતારામના જીવનમાં પાવનરાહે જાય
પવનપુત્રને માતા અંજનીની કૃપા મળી,એ પ્રભુરામને મદદ કરતા જાય
નિર્મળરાહે ભક્તિકરતા મળેલદેહ પર,પરમાત્માની પાવનકૃપા થઈ જાય
....પવિત્રરાહને પામવા મળેલદેહથી,શ્રધ્ધાના સાગરમાં નિર્મળ ભક્તિથી રહેવાય..
માનવતાની મહેંક પ્રસરે જગતપર,જ્યાં પવિત્રરાહે શ્રધ્ધાથી વહન કરાય
નાઆફત કે નાકોઇ તકલીફ અડે દેહને,જ્યાં પવિત્રભક્તિના બંધન થાય
પવિત્ર ભાવનાથી જીવનમાં ભક્તિકરતા,સુખસાગરમાં જીવન ચાલતુ જાય
દેહના સંબંધછુટે જીવને,જે ભુતકાળને ભુલાય ના આવતીકાલને મેળવાય
....પવિત્રરાહને પામવા મળેલદેહથી,શ્રધ્ધાના સાગરમાં નિર્મળ ભક્તિથી રહેવાય.
************************************************************
December 17th 2020
**
**
. .આંગણે પધારજો
તાઃ૧૭/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપ્રેમની કૃપા મળી શ્રી કૃષ્ણ ભગવાનની,જ્યાં શ્રધ્ધાએ પુંજા થઈ
મળેલ માનવદેહને સમજણનો સંગાથમળ્યો,સત્કર્મથી સમજાયો અહીં
....કૃપાની પાવનકેડીએ મળેલદેહને રાહ મળી,જેથી જીવનમાં શાંંતિ મળી ગઈ.
શ્રધ્ધાથી પવિત્રરાહ મળી જીવનમાં,જ્યાં આંગણે આવી પ્રાર્થના કરુ
પ્રેમથી પધારો વ્હાલા કૄષ્ણ ભગવાન,જીવનમાં અનંતપ્રેમ મળી જાય
લાગણી મોહને પારખીને પારખીલેતા,આંગણે પધારજો એમ કહેવાય
પરમકૃપાળુ શ્રીકૃષ્ણ દ્વારકામાં જન્મલઈ,માતાયશોદાનો પ્રેમ દઈ જાય
....કૃપાની પાવનકેડીએ મળેલદેહને રાહ મળી,જેથી જીવનમાં શાંંતિ મળી ગઈ
નિર્મળભાવનાથી વંદનકરી પ્રાર્થનાકરૂ,પ્રેમથી અમારે ધેર પધારીજાવ
રાધેકૄષ્ણ રાધેકૃષ્ણનુ સ્મરણ કરતા,તમારી કૃપાનો અનુભવથઈ જાય
અનંતપ્રેમાળ સંગે પાવન આશિર્વાદ મળે,જે નિર્મળ જીવન દઈજાય
માનવદેહને આપનીજ કૃપા મળે,જે જીવને જન્મમરણથી છોડી જાય
....કૃપાની પાવનકેડીએ મળેલદેહને રાહ મળી,જેથી જીવનમાં શાંંતિ મળી ગઈ
************************************************************