December 28th 2020
. જગત વિધાતા
તાઃ૨૮/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહે જીવન જીવવા માનવદેહને,શ્રધ્ધા ભાવનાથી પુંજન કરાય
પરમકૃપાળૂ ભોલેનાથ ભારતનીભુમીપર,જન્મલઈ આગમન કરી જાય
....પવિત્રગંગા નદીને વહાવી ભુમીપર,જે મળેલદેહને પવિત્ર જળ આપી જાય.
બમબમભોલે મહાદેવથી ભક્તિકરતા,શંકર ભગવાનની કૃપા મેળવાય
પવિત્રકૃપા માતા પાર્વતીની મેળવાય,જે મળેલદેહ પર કૃપા કરી જાય
અદભુતલીલા ભોલેનાથની ભારતમાં,જે પ્રભુની કૃપાએ દેહ લઈ જાય
અવનીપરના આગમનથી ધરતી પવિત્રકરી,એ જગતવિધાતા કહેવાય
....પવિત્રગંગા નદીને વહાવી ભુમીપર,જે મળેલદેહને પવિત્ર જળ આપી જાય.
પાવનપ્રેમ પત્ની પાર્વતી માતાનો,જેગણેશ અને કાર્તીક પુત્ર દઈ જાય
અશોકસુંદરી દીકરી થઇ આવી,એ પવિત્રજીવો સંતાનથી આવી જાય
પુત્ર ગણેશ એ ભાગ્યવિધાતા થયા,જે મળેલદેહને કર્મનીકેડી દઈ જાય
શ્રી શંકર ભગવાનનો પવિત્રપરિવાર,દુનીયામાં પરમાત્માનાદેહ કહેવાય
....પવિત્રગંગા નદીને વહાવી ભુમીપર,જે મળેલદેહને પવિત્ર જળ આપી જાય.
************************************************************
December 28th 2020
###
###
. . સવાર આવી
તાઃ૨૯/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ સુર્યનારાયણનુ આગમન થતા,અવનીપર સવાર આવી જાય
પાવનકૃપા મળે મળેલદેહને જીવનમાં,જે દરરોજ સવારસાંજથી મેળવાય
.....એ અજબશક્તિશાળી પરમાત્મા,જે અનેકરાહે અવનીપર કૃપા કરી જાય.
કુદરતની આલીલા અવનીપર,જે ગતજન્મે થયેલકર્મનો સંબંધ આપી જાય
અનેકદેહ મળે જીવને અવનીપર,એ સમયસંગે પરમાત્મા પ્રેરણા કરી જાય
માનવદેહને સંગાથ સમજણનો,જે પશુ,પક્ષી,પ્રાણીથી કૃપાએ દુર રહેવાય
કર્મનાબંધન સ્પર્શે કરે માનવદેહને,એ મળેલદેહથીજ જીવને સમજાઇ જાય
.....એ અજબશક્તિશાળી પરમાત્મા,જે અનેકરાહે અવનીપર કૃપા કરી જાય.
સુર્યદેવની પાવનકૃપા એ સવારના આગમને દેખાય,જગત આખુ જાગી જાય
પ્રભાતમાં તેમના આગમને વંદન કરી,જીવનમાં સુર્ય સ્નાન શક્તિ દઈ જાય
સુર્યદેવ એ પાવનકૃપા છે જગતમાં,તેમના સ્પર્શથી દુનીયાઆખી જીવી જાય
સવાર સાંજને સમજીને જીવતા જીવોને,પરમપ્રેમ સુર્યદેવનો મળતો થઈ જાય
.....એ અજબશક્તિશાળી પરમાત્મા,જે અનેકરાહે અવનીપર કૃપા કરી જાય.
************************************************************