January 5th 2021
***
***
. .ગણપતિબાપા
તાઃ૫/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગજાનંદ ગણપતિ પરમકૃપાળુ ભક્તોપર,જીવનમાં અનંતશાંંતિ આપી જાય
પાવનરાહ મળે જીવનમાં શ્રધ્ધાએ,જે ભોલેનાથના સંતાનથી મળતી જાય
....એજ પરમકૃપા ગજાનંદ શ્રીગણેશની,જ્યાં શ્રીગણેશાય નમઃથી ભજનભક્તિ કરાય.
માતા પાર્વતીના એ વ્હાલા સંતાન,જેને જગતમાં ગૌરીનંદનથીય ઓળખાય
અજબ શક્તિશાળી પરમાત્મા શંકર ભગવાનના,એ લાડલા સંતાન કહેવાય
કાર્તિકભાઈના એ ભાઈ પણ કહેવાય,સંગે બહેન અશોકસુંદરીનાએ કહેવાય
ભારતની પવિત્રભુમી પર એ જન્મ્યા,જગતમાં એ ભાગ્યવિધાતાથી ઓલખાય
....એજ પરમકૃપા ગજાનંદ શ્રીગણેશની,જ્યાં શ્રીગણેશાય નમઃથી ભજનભક્તિ કરાય.
પવિત્રસંતાન એકહેવાય જગતમાં,પાવનકૃપાળુ ભક્તોપર જ્યાં શ્રધ્ધાએ પુંજાય
રિધ્ધી સિધ્ધીના એ પતિદેવ હતા,કૃપાએ જગતમાં રિધ્ધી,સિધ્ધીને વંદનથાય
અવનીપર આવીને પવિત્ર ભાવનાથી,ભક્તિકરતા દેહને આશિર્વાદ આપીજાય
એવા બમ બમ ભોલે મહાદેવના સંતાન,માતા પાર્વતીના એ લાડલા કહેવાય
....એજ પરમકૃપા ગજાનંદ શ્રીગણેશની,જ્યાં શ્રીગણેશાય નમઃથી ભજનભક્તિ કરાય.
#################################################################
January 4th 2021
***
***
માયા મળે
તાઃ૪/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને સમજી ચાલતા માનવદેહને,કળીયુગની માયાને સમજીનેજ ચલાય
એ પરમાત્માનીકૃપા અવનીપર,જે મળેલદેહને મોહમાયાથી બચાવી જાય
.....જીવને બંધન જન્મમરણના અવનીપર,જે થયેલકર્મથી આવનજાવન આપી જાય.
અનેકદેહ મળે જીવને કર્મથી,જે પ્રાણીપશુપક્ષી સંગે માનવ પણ થઈ જાય
મળેલ માનવદેહને પરમાત્માકૃપાએ,ઉંમરમાં સમજણનો સંગાથ મળી જાય
કર્મનોસંબંધ એ સમજણ જીવની,માનવદેહમાં પવિત્રકર્મેનીરાહ આપી જાય
કુદરતનીલીલા જગતપર દેહને માયા મળી જાય,જે અભીમાન આપી જાય
.....જીવને બંધન જન્મમરણના અવનીપર,જે થયેલકર્મથી આવનજાવન આપી જાય.
કળીયુગમાં દેખાવની કેડી આવીને,એ માનવદેહને સમજણથી કાપી જાય
મોહ અને માયા એ મળેલદેહના સંબંધ,જે સમયે જીવને મળતા થઈજાય
મળેલદેહને જ્યાં મોહ સ્પર્શે જીવનમાં,ત્યા આફત દેહને દુઃખ આપી જાય
માયાની કેડી મળતા જીવનમાં,અનેક દેહોથી જીવનમાં તકલીફ મળીજાય
.....જીવને બંધન જન્મમરણના અવનીપર,જે થયેલકર્મથી આવનજાવન આપી જાય.
*****************************************************************
January 4th 2021

. ભોલેનાથ
તાઃ૪/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હરહર ભોલે મહાદેવ હર,સંગે બમબમ ભોલે મહાદેવ હર
માતા પાર્વતીના એ જીવનસંગી,એ શંકરભગવાન કહેવાય
.....એવા પવિત્રનામને ધારણ કરી,ભારતમાં પવિત્રગંગા વહાવી જાય
અજબ શક્તિશાળી પવિત્ર દેહ,જેની જગતમાં પુંજા થાય
પરમાત્માએ દેહલીધો ભારતમાં,જેને મહાદેવથી ઓળખાય
હિમાલયની પવિત્રપુત્રી પાર્વતી,શંકરભગવાનની પત્નિથાય
ભોલેનાથ માથા પરથી,ગંગા નદીને અવનીપર લાવી જાય
.....એવા પવિત્રનામને ધારણ કરી,ભારતમાં પવિત્રગંગા વહાવી જાય
ત્રિશુળધારી ભોલેનાથ જગતમાં,શંખ સંગે નૃત્ય કરી જાય
માતાપિતાનો પ્રેમ મળે,ગૌરીનંદન શ્રી ગણેશ આવી જાય
પાવનપેમસંગે જીવતા,કાર્તિક સંગે અશોકસુંદરી આવીજાય
પરમપ્રેમાળ ભોલેનાથ,સંગે મહાદેવથી જગતમાં ઓળખાય
.....એવા પવિત્રનામને ધારણ કરી,ભારતમાં પવિત્રગંગા વહાવી જાય.
શ્રધ્ધા રાખીને શિવલીંગ પર,દુધ અર્ચના કરી પુંજન કરાય
ભોલેનાથનો પાવનપ્રેમ મળેદેહને,જે સત્કર્મથી સમજાઈજાય
ગજાનંદ શ્રી ગણેશને વંદન કરતા,દેહનુ ભાગ્ય પાવન થાય
ભોલેનાથના એ પુત્ર ભાગ્ય વિધાતા,જગતમાં પ્રેમથી પુંજાય
.....એવા પવિત્રનામને ધારણ કરી,ભારતમાં પવિત્રગંગા વહાવી જાય.
#######################################################
,
January 3rd 2021
##
##
. .રાહ જીવનની
તાઃ૩/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ દેહ અવનીપર,અનેકરાહનો સંગાથ દેહને આપી જાય
એ લીલા કુદરતની કહેવાય,જે પરમાત્માની અજબકૃપાથીજ સમજાય
...જન્મમરણનો સંબંધ દેહને,જે અવનીપરના આગમને થયેલ કર્મથી મેળવાય.
થયેલ કર્મનો સંબંધ છે જીવને,જગત પર જીવને દેહજ મળતા જાય
મળેલદેહને પાવનકર્મની રાહ મળે,જયાં જીવનમાં પ્રભુની પુંજા થાય
અદભુતલીલા છે અવનીપર,એ આગમન વિદાયથીજ દેહને સમજાય
શ્રધ્ધાભાવથી પાવનરાહ પકડવા,પરમાત્માના દેહને પુંજનવંદન થાય
...જન્મમરણનો સંબંધ દેહને,જે અવનીપરના આગમને થયેલ કર્મથી મેળવાય.
નિર્મળભાવનાથી પ્રેમ થાય જીવનમાં,જે જીવનમાં સંતાન આપી જાય
કર્મની પવિત્રરાહ પકડવા મળેલ દેહના,સગા સંબંધીઓને પ્રેમ કરાય
અવનીપરના દેહને અનેક સ્પર્શઅડે,જે જીવનાદેહને કર્મ કરાવી જાય
સુખશાંંતિનો સહવાસ મળેદેહને,એ મળેલદેહને પાવનકર્મ કરાવી જાય
...જન્મમરણનો સંબંધ દેહને,જે અવનીપરના આગમને થયેલ કર્મથી મેળવાય.
===========================================================
January 3rd 2021

. .દોડતા આવજો
તાઃ૩/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમનો પવિત્રપ્રેમ પકડવા,સમય પકડીને દોડતા આવજો અહીં
ના કોઇનીય તાકાત જગતમાં,મળેલદેહથી સમયથી કદી છટકાય
....એ પાવનકૃપા પરમાત્માની કલમપ્રેમીઓ પર,જે સમયે સંગાથ આપી જાય.
પવિત્રકેડી કલમની જગતમાં,જે અનેક દેહોને વાંચનથી મળી જાય
નિર્મળરાહને પકડી મગજને પ્રેરતા,માતા સરસ્વતીનીજ કૃપા થાય
પ્રેમથી પ્રેમનો હાથ પકડતાજ,કલમપ્રેમીઓથી સમય પકડાઈ જાય
એજ કૃપા કલમની હ્યુસ્ટનમાં કહેવાય,જેનું સન્માન જગતમાં થાય
....એ પાવનકૃપા પરમાત્માની કલમપ્રેમીઓ પર,જે સમયે સંગાથ આપી જાય.
આજકાલ સમજીને ચાલતા પ્રેમીઓ,જગતમાં કલમની જ ઓળખાય
માનવતાની મહેંકપ્રસરે મળેલદેહની,જે જીવને મોહમાયાથી છોડીજાય
દોડીઆવે માતા સરસ્વતીનો પ્રેમ,જે નિખાલસતાથી કલમને પ્રેરીજાય
એ મળેલ માનવદેહ પર કૃપાજ કહેવાય,જે અવનીપર યાદ મુકી જાય
....એ પાવનકૃપા પરમાત્માની કલમપ્રેમીઓ પર,જે સમયે સંગાથ આપી જાય.
##############################################################
January 2nd 2021

. .સંગાથ સમયનો
તાઃ૨/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરના આગમનનો સંગાથ,ગતજન્મના થયેલ કર્મથી મેળવાય
માનવદેહને સંબંધ માબાપથી,જે જીવને જન્મથીજ દેહ આપી જાય
.....એ પવિત્રલીલા પરમાત્માની,મળેલ દેહને સમયનો સંગાથ આપી જાય.
જીવને જન્મ મળતા બાળપણ મળે,સમયસંગે ચાલતા જુવાન થવાય
કર્મનોસંબંધ દેહને જીવનમાં,જે કુટુંબના સંબંધે સમયસમયે થતોજાય
પરમાત્માની પવિત્રકર્મની પ્રેરણાએ,શ્રધ્ધાભક્તિએ દેહથી પુંજન થાય
મળેલદેહને પવિત્રરાહ મળે કૃપાએ,જેને જીવનમાં પાવનરાહ કહેવાય
.....એ પવિત્રલીલા પરમાત્માની,મળેલ દેહને સમયનો સંગાથ આપી જાય.
ભણતરની રાહ મળે બાળપણથી,જે મળેલદેહથી સમયે પકડીને ચલાય
આજને સમજીને ચાલતા દેહને રાહ મળે,જે જીવને સમજણ આપીજાય
મારુતારુ એ કળીયુગની કેડી,જે દેહને ક્યારેક ખોટીરાહે પણ લઈજાય
અપેક્ષાનીકેડીથી દુર રહીને ચાલતા,પવિત્ર સમયની પાવનરાહ મેળવાય
.....એ પવિત્રલીલા પરમાત્માની,મળેલ દેહને સમયનો સંગાથ આપી જાય.
***********************************************************
January 1st 2021
###
.###
.સરળ પ્રેમ
તાઃ૧/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળપ્રેમ મળે માનવદેહને અવનીપર,જ્યાં ના કોઇજ અપેક્ષા રખાય
પાવનરાહનો સંગાથ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની ભક્તિથાય
.....સરળપ્રેમની રાહ મળે જીવનમાં,ના કોઇ તકલીફ કે નામોહમાયા અડી જાય.
કર્મનો સંબંધ જીવને અવનીપર મળે,જે આગમન વિદાયથી અનુભવાય
નામાયા અડે કે નાકોઇ અપેક્ષા રહે,જ્યાં નિર્મળભાવથી જીવન જીવાય
નિખાલસતાથી પ્રેમ પકડીને ચાલતા,દરેક પળે દેહને શાંંતિજ મળી જાય
ના અપેક્ષાના વાદળઅડે જીવનમાં,કે નાકોઇની કાતર જીવન કાપી જાય
.....સરળપ્રેમની રાહ મળે જીવનમાં,ના કોઇ તકલીફ કે નામોહમાયા અડી જાય.
અનેક પ્રકારના પ્રેમછે અવનીપર,જે સમયસમયે વિચારતા સમજાઇ જાય
જીવનુ આગમન જગતમાં દેહથી,ગતજન્મના દેહથી થયેલકર્મથી મેળવાય
પાવનપ્રેમ પરમાત્માનો મળે જીવને,જયાં શ્રધ્ધાભક્તિ મળેલ દેહથી કરાય
નિર્મળ જીવનમાં સરળપ્રેમ મળે માનવીને,એજ પરમાત્માની કૃપા કહેવાય
.....સરળપ્રેમની રાહ મળે જીવનમાં,ના કોઇ તકલીફ કે નામોહમાયા અડી જાય.
################################################################