February 3rd 2021

મોહ સંગે માયા

######

.           મોહ સંગે માયા             

તાઃ૩/૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કળીયુગની અસરથી જગતમાં,કોઇજ જીવના દેહથી ના છટકાય
પરમકૃપા બજરંગબલી હનુમાનને,જે મોહ સંગે માયા છોડી જાય
....એ પાવનકર્મ કરવા શ્રી રામસીતા સંગે ભાઈ લક્ષ્મણને મદદ કરી જાય.
અજબલીલા અવિનાશીની જગતમાં,જે સમયનીસાથે ચાલતી જાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ,એ જીવને જન્મેજન્મથી મેળવાય
જન્મ મળ્યો માતા અંજનીથી,એ પવિત્રસંતાન હનુમાનજી કહેવાય
પિતા પવનદેવની કૃપાથઈ,જે શ્રીલક્ષ્મણ માટે સંજીવની લાવીજાય
....એ પાવનકર્મ કરવા શ્રી રામસીતા સંગે ભાઈ લક્ષ્મણને મદદ કરી જાય.
લંકાના રાજા રાવણને મોહ સંગે માયા મળી,જે સીતાને લઈ જાય
શ્રી રામની પત્નીસીતાને પરત લાવવા,હનુમાનજી ઉડીને લંકા જાય
સમયનો સંગાથ મળ્યો રાવણને,જે અભિમાનથી આ કર્મ કરી જાય
પાવનકૃપા થઈ શ્રીરામની હનુમાનપર,જેરાવણની લંકાને બાળી જાય
....એ પાવનકર્મ કરવા શ્રી રામસીતા સંગે ભાઈ લક્ષ્મણને મદદ કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
 
February 3rd 2021

ભક્તિ રાહ

*why are there radha krishna worshipped in temple everywhere in india આ સંતના કારણે ગીતા ગોવિંદમાં રાધા અને કૃષ્ણના પ્રેમનું વર્ણન કરવામાં આવ્યું છે.– News18 Gujarati*
.            ભક્તિ રાહ     

તાઃ૩/૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

તાલી પાડીને ભજન કરતાજ,શ્રીરામ સંગે શ્રીક્ર્ષ્ણની કૄપા થાય
મળેલદેહના જીવને પવિત્રરાહ મળે,જે નિર્મળભક્તિ કરાવી જાય
.....એજ આશિર્વાદ શ્રી પરીમલભાઈના,સંગે મધુબેનનો પ્રેમ મળી જાય.
પાવનરાહની આંગળી ચીંધી હ્યુસ્ટનમાં,ભક્તોના નશીબ કહેવાય
ભક્તિ એ કૃપા પરમાત્માની,જે શ્રીરામ સંગે શ્રીકૃષ્ણથી મેળવાય
જગતમાં પવિત્ર શક્તિશાળી ભગવાન,જે ભારતમાં દેહ લઈ જાય 
નિર્મળભાવથી ભક્તિકરતા,જીવપર અનંતશાંંતિની વર્ષા થઈ જાય
.....એજ આશિર્વાદ શ્રી પરીમલભાઈના,સંગે મધુબેનનો પ્રેમ મળી જાય.
ભક્તિની પાવનરાહ મળી,જે તાલીઓ સંગે ભજન ગાતા સંભળાય
મળી કૃપા સીતારામની ભજનથી,સંગે રાધાકૃષ્ણનો પ્રેમ મળી જાય
જીવને મળેલ દેહનો સંબંધ કર્મનો,જે ભક્તિથી મુક્તિ આપી જાય
અવનીપર આગમન વિદાયને છોડાય,જે પવિત્રભક્તિથી મળી જાય
.....એજ આશિર્વાદ શ્રી પરીમલભાઈના,સંગે મધુબેનનો પ્રેમ મળી જાય.
========================================================