February 3rd 2021
*
*
. ભક્તિ રાહ
તાઃ૩/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તાલી પાડીને ભજન કરતાજ,શ્રીરામ સંગે શ્રીક્ર્ષ્ણની કૄપા થાય
મળેલદેહના જીવને પવિત્રરાહ મળે,જે નિર્મળભક્તિ કરાવી જાય
.....એજ આશિર્વાદ શ્રી પરીમલભાઈના,સંગે મધુબેનનો પ્રેમ મળી જાય.
પાવનરાહની આંગળી ચીંધી હ્યુસ્ટનમાં,ભક્તોના નશીબ કહેવાય
ભક્તિ એ કૃપા પરમાત્માની,જે શ્રીરામ સંગે શ્રીકૃષ્ણથી મેળવાય
જગતમાં પવિત્ર શક્તિશાળી ભગવાન,જે ભારતમાં દેહ લઈ જાય
નિર્મળભાવથી ભક્તિકરતા,જીવપર અનંતશાંંતિની વર્ષા થઈ જાય
.....એજ આશિર્વાદ શ્રી પરીમલભાઈના,સંગે મધુબેનનો પ્રેમ મળી જાય.
ભક્તિની પાવનરાહ મળી,જે તાલીઓ સંગે ભજન ગાતા સંભળાય
મળી કૃપા સીતારામની ભજનથી,સંગે રાધાકૃષ્ણનો પ્રેમ મળી જાય
જીવને મળેલ દેહનો સંબંધ કર્મનો,જે ભક્તિથી મુક્તિ આપી જાય
અવનીપર આગમન વિદાયને છોડાય,જે પવિત્રભક્તિથી મળી જાય
.....એજ આશિર્વાદ શ્રી પરીમલભાઈના,સંગે મધુબેનનો પ્રેમ મળી જાય.
========================================================
No comments yet.