મોહ સંગે માયા
######
. મોહ સંગે માયા તાઃ૩/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ કળીયુગની અસરથી જગતમાં,કોઇજ જીવના દેહથી ના છટકાય પરમકૃપા બજરંગબલી હનુમાનને,જે મોહ સંગે માયા છોડી જાય ....એ પાવનકર્મ કરવા શ્રી રામસીતા સંગે ભાઈ લક્ષ્મણને મદદ કરી જાય. અજબલીલા અવિનાશીની જગતમાં,જે સમયનીસાથે ચાલતી જાય જીવને મળેલદેહને કર્મનો સંબંધ,એ જીવને જન્મેજન્મથી મેળવાય જન્મ મળ્યો માતા અંજનીથી,એ પવિત્રસંતાન હનુમાનજી કહેવાય પિતા પવનદેવની કૃપાથઈ,જે શ્રીલક્ષ્મણ માટે સંજીવની લાવીજાય ....એ પાવનકર્મ કરવા શ્રી રામસીતા સંગે ભાઈ લક્ષ્મણને મદદ કરી જાય. લંકાના રાજા રાવણને મોહ સંગે માયા મળી,જે સીતાને લઈ જાય શ્રી રામની પત્નીસીતાને પરત લાવવા,હનુમાનજી ઉડીને લંકા જાય સમયનો સંગાથ મળ્યો રાવણને,જે અભિમાનથી આ કર્મ કરી જાય પાવનકૃપા થઈ શ્રીરામની હનુમાનપર,જેરાવણની લંકાને બાળી જાય ....એ પાવનકર્મ કરવા શ્રી રામસીતા સંગે ભાઈ લક્ષ્મણને મદદ કરી જાય. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++