February 4th 2021
###
###
. પવિત્ર ભારતદેશ
તાઃ૪/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર મારો દેશ દુનીયામાં,જ્યાં પરમાત્મા કૃપાએ જન્મ મળી જાય
ભારતની ભુમીને પવિત્રકરવા,અનેકદેહથી પરમાત્મા જન્મ લઈ જાય
.....એ કૃપા જગતમાં પવિત્રભુમી પર,જગતમાં ભારતનુ સન્માન કરાવી જાય.
શંકરભગવાનથી દેહ લીધો,જે હિમાલયની પુત્રી પાર્વતીથી પરણી જાય
પવિત્ર પ્રેમથી ભાગ્યવિધાતા શ્રીગણેશ,સંગે કાર્તિકનેય જન્મ મળી જાય
દશરથરાજાના સંતાન શ્રીરામ પ્રભુરૂપે પ્રગટ્યા,સીતાજીથી પરણી જાય
વિષ્ણુથી દેહલીધો ભારતમાં,સંગે પવિત્ર લક્ષ્મીમાતાના ભરથાર થઈજાય
.....એ કૃપા જગતમાં પવિત્રભુમી પર,જગતમાં ભારતનુ સન્માન કરાવી જાય.
અવનીપર માતા યશોદા અને પિતા નંદ કૃપાએ,શ્રી કૃષ્ણ જન્મી જાય
રૂક્ષ્મણી પ્રથમ પત્નીજ હતા,ત્યાર પછી રાધા સહિત અનેક થઈ જાય
ભારતમાં સરસ્વતી,કાળકા,દુર્ગા,સંગે બાવનમાતાના દેહથી આવી જાય
એજ કૃપા દુનીયામાં ભારતદેશપર,જે સમયસર પવિત્રદેહ જન્મ લઈજાય
.....એ કૃપા જગતમાં પવિત્રભુમી પર,જગતમાં ભારતનુ સન્માન કરાવી જાય.
**************************************************************
February 4th 2021
. 
.શ્રધ્ધા અને સબુરી
તાઃ૪/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહ લીધો શ્રી શંકર ભગવાને,જે પાથરી ગામમાં જન્મ લઈ જાય
અવનીપરના આગમનથી મનુષ્યને,પાવનરાહે દોરે એસાંઇથી ઓળખાય
....એ પવિત્રદેહ લીધો જે નાતજાતનો મોહછોડી,માનવદેહને ભક્તિરાહ આપી જાય.
સાંઇબાબાના નામથી ઓળખાય જગતમાં,જે શેરડીમાં સ્થાન કરી જાય
પાથરી ગામથી શેરડીમાં આવી ગયાં,જ્યાં દ્વારકામાઈનો સાથ મેળવાય
અવનીપર પ્રેરણા કરવાજ એ દેહ લીધો,જે હિંદુ મુસ્લીમને પ્રેરતા જાય
હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય,મુસ્લીમમાં સબુરીથી અલ્લાને પુજાય
....એ પવિત્રદેહ લીધો જે નાતજાતનો મોહછોડી,માનવદેહને ભક્તિરાહ આપી જાય.
શ્રધ્ધાથી પુંજન કરતા ૐ શ્રી સાંઇનાથાય નમઃથી દીવો કરી વંદનાથાય
પરમકૃપા મળે સાંઇબાબાની મુસ્લીમધર્મમાં,જ્યાં સબુરી રાખીને જીવાય
પવિત્રશક્તિશાળી દેહલીધો ભારતમાં,જે શંકરભગવાનથી જન્મલઈ જાય
જગતમાં ભારતની ભુમીજ પવિત્ર છે,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ જાય
....એ પવિત્રદેહ લીધો જે નાતજાતનો મોહછોડી,માનવદેહને ભક્તિરાહ આપી જાય.
#################################################################