February 4th 2021

પવિત્ર ભારતદેશ

### Image result for ભારત દેશ ###

.         પવિત્ર ભારતદેશ

તાઃ૪/૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર મારો દેશ દુનીયામાં,જ્યાં પરમાત્મા કૃપાએ જન્મ મળી જાય
ભારતની ભુમીને પવિત્રકરવા,અનેકદેહથી પરમાત્મા જન્મ લઈ જાય
.....એ કૃપા જગતમાં પવિત્રભુમી પર,જગતમાં ભારતનુ સન્માન કરાવી જાય.
શંકરભગવાનથી દેહ લીધો,જે હિમાલયની પુત્રી પાર્વતીથી પરણી જાય
પવિત્ર પ્રેમથી ભાગ્યવિધાતા શ્રીગણેશ,સંગે કાર્તિકનેય જન્મ મળી જાય
દશરથરાજાના સંતાન શ્રીરામ પ્રભુરૂપે પ્રગટ્યા,સીતાજીથી પરણી જાય
વિષ્ણુથી દેહલીધો ભારતમાં,સંગે પવિત્ર લક્ષ્મીમાતાના ભરથાર થઈજાય
.....એ કૃપા જગતમાં પવિત્રભુમી પર,જગતમાં ભારતનુ સન્માન કરાવી જાય.
અવનીપર માતા યશોદા અને પિતા નંદ કૃપાએ,શ્રી કૃષ્ણ જન્મી જાય
રૂક્ષ્મણી પ્રથમ પત્નીજ હતા,ત્યાર પછી રાધા સહિત અનેક થઈ જાય
ભારતમાં સરસ્વતી,કાળકા,દુર્ગા,સંગે બાવનમાતાના દેહથી આવી જાય
એજ કૃપા દુનીયામાં ભારતદેશપર,જે સમયસર પવિત્રદેહ જન્મ લઈજાય
.....એ કૃપા જગતમાં પવિત્રભુમી પર,જગતમાં ભારતનુ સન્માન કરાવી જાય.
**************************************************************




No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment