શ્રધ્ધા અને સબુરી
.
.શ્રધ્ધા અને સબુરી તાઃ૪/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રદેહ લીધો શ્રી શંકર ભગવાને,જે પાથરી ગામમાં જન્મ લઈ જાય અવનીપરના આગમનથી મનુષ્યને,પાવનરાહે દોરે એસાંઇથી ઓળખાય ....એ પવિત્રદેહ લીધો જે નાતજાતનો મોહછોડી,માનવદેહને ભક્તિરાહ આપી જાય. સાંઇબાબાના નામથી ઓળખાય જગતમાં,જે શેરડીમાં સ્થાન કરી જાય પાથરી ગામથી શેરડીમાં આવી ગયાં,જ્યાં દ્વારકામાઈનો સાથ મેળવાય અવનીપર પ્રેરણા કરવાજ એ દેહ લીધો,જે હિંદુ મુસ્લીમને પ્રેરતા જાય હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય,મુસ્લીમમાં સબુરીથી અલ્લાને પુજાય ....એ પવિત્રદેહ લીધો જે નાતજાતનો મોહછોડી,માનવદેહને ભક્તિરાહ આપી જાય. શ્રધ્ધાથી પુંજન કરતા ૐ શ્રી સાંઇનાથાય નમઃથી દીવો કરી વંદનાથાય પરમકૃપા મળે સાંઇબાબાની મુસ્લીમધર્મમાં,જ્યાં સબુરી રાખીને જીવાય પવિત્રશક્તિશાળી દેહલીધો ભારતમાં,જે શંકરભગવાનથી જન્મલઈ જાય જગતમાં ભારતની ભુમીજ પવિત્ર છે,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ જાય ....એ પવિત્રદેહ લીધો જે નાતજાતનો મોહછોડી,માનવદેહને ભક્તિરાહ આપી જાય. #################################################################