February 6th 2021

.. .અંજનીપુત્ર
તાઃ૬/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બજરંગબલી હનુમાન જગતમાં,પવિત્ર શ્રીરામ ભકતથી ઓળખાય
પરમાત્મા એદેહ લીધો શ્રીરામનો ,જે સીતા માતાના પતિ કહેવાય
....પરમભક્ત સીતારામના,જે માતાઅંજની અને પવનદેવના પુત્ર કહેવાય.
અનેકનામથી ઓળખાય હિંદુ ધર્મમાં,જે હનુમાન બજરંગબલી થાય
મહાવીર સંગે બાહુબલી કહેવાય,જે સુર્વચલાના પતિથી ઓળખાય
એવાજ વ્હાલા પવનદેવના પુત્ર,જગતમા પિતાની શાન વધારી જાય
શ્રીરામના પરમ ભક્ત હતા,જે સીતાજીને શોધીને કૃપા મેળવી જાય
....પરમભક્ત સીતારામના,જે માતાઅંજની અને પવનદેવના પુત્ર કહેવાય.
સંજીવની માટે પર્વતને લઈ આવ્યા,જે રામના ભાઈને બચાવી જાય
પવિત્ર શક્તિશાળી એભક્ત થયા,જે પરમાત્માની ભક્તિ કરતા જાય
પાવનરાહે જીવન જીવતા બજરંગબલી થયા,જે ઉડીને લંકામાં જાય
સીતામાતાને બચાવવા માટે,લંકાના રાજા રાવણનુ દહનએ કરી જાય
....પરમભક્ત સીતારામના,જે માતાઅંજની અને પવનદેવના પુત્ર કહેવાય.
############################################################
February 6th 2021
@
.@
. રામ ભક્ત હનુમાન
તાઃ૬/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમની ગંગા લઈ જીવનમાં,શ્રી રામ સંગે સીતાને મળી જાય
પાવનકર્મની પ્રેરણામળી ભક્તિથી,જે પવિત્રરાહથી મદદ કરી જાય
....ગદાધારીને અજબ શક્તિશાળી થયા,જે શ્રીરામની કૃપાય મેળવી જાય.
પવનપુત્ર હનુમાન સંગે માતા અંજનીના,લાડલા દીકરા પણ કહેવાય
અવનીપરના આગમન પછી,પવિત્રકર્મનો સંગાથ પણ મળ્યો જીવનમાં
પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે ધરતીપર ભગવાન શ્રીરામ કહેવાય
સીતામાતાના સાથી અયોધ્યાથી થયા,ને લક્ષ્મણના ભાઇ પણએ થાય
....ગદાધારીને અજબ શક્તિશાળી થયા,જે શ્રીરામની કૃપાય મેળવી જાય.
સંસારી જીવન જીવતા શ્રીરામને,સમયની કેડીઅડી જે રાવણથી દેખાય
શ્રીરામની પત્નિ સીતાને ઉઠાવી ગયા,જે લંકાના રાજા રાવણ કહેવાય
મળી તકલીફ શ્રી રામને જ્યાં શક્તિશાળી,હનુમાનનો સાથ મળી જાય
અવનીપરથી ઉડયા આકાશમાં,જે સીતાજીને શોધી શ્રીરામને કહી જાય
....ગદાધારીને અજબ શક્તિશાળી થયા,જે શ્રીરામની કૃપાય મેળવી જાય.
પાવનકર્મની રાહથી રામભાઈ લક્ષ્મણને,સંજીવની લાવી બચાવી જાય
શક્તિશાળી રાજા રાવણને ના કોઇથી,તેના કર્મથી કદી રોકી શકાય
પરમકૃપામળી શ્રીરામની પવનપુત્રને,જે બજરંગબલી મહાવીર કહેવાય
પવિત્રશક્તિ મળી હનુમાનને,જે રાજારાવણસંગે લંકાનુ દહન કરીજાય
....ગદાધારીને અજબ શક્તિશાળી થયા,જે શ્રીરામની કૃપાય મેળવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++