February 6th 2021

.. .અંજનીપુત્ર
તાઃ૬/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બજરંગબલી હનુમાન જગતમાં,પવિત્ર શ્રીરામ ભકતથી ઓળખાય
પરમાત્મા એદેહ લીધો શ્રીરામનો ,જે સીતા માતાના પતિ કહેવાય
....પરમભક્ત સીતારામના,જે માતાઅંજની અને પવનદેવના પુત્ર કહેવાય.
અનેકનામથી ઓળખાય હિંદુ ધર્મમાં,જે હનુમાન બજરંગબલી થાય
મહાવીર સંગે બાહુબલી કહેવાય,જે સુર્વચલાના પતિથી ઓળખાય
એવાજ વ્હાલા પવનદેવના પુત્ર,જગતમા પિતાની શાન વધારી જાય
શ્રીરામના પરમ ભક્ત હતા,જે સીતાજીને શોધીને કૃપા મેળવી જાય
....પરમભક્ત સીતારામના,જે માતાઅંજની અને પવનદેવના પુત્ર કહેવાય.
સંજીવની માટે પર્વતને લઈ આવ્યા,જે રામના ભાઈને બચાવી જાય
પવિત્ર શક્તિશાળી એભક્ત થયા,જે પરમાત્માની ભક્તિ કરતા જાય
પાવનરાહે જીવન જીવતા બજરંગબલી થયા,જે ઉડીને લંકામાં જાય
સીતામાતાને બચાવવા માટે,લંકાના રાજા રાવણનુ દહનએ કરી જાય
....પરમભક્ત સીતારામના,જે માતાઅંજની અને પવનદેવના પુત્ર કહેવાય.
############################################################
No comments yet.