February 8th 2021

. કૈલાસ વાસી
તાઃ૮/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતની ભુમીને જગતમાં પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહ લઈ જાય
પવિત્રદેહ લીધો શંકર ભગવાનથી,જે કૈલાસવાસી ભોલેનાથ કહેવાય
.....એજ કૃપા પારમાત્માની થાય,જ્યાં બમબમભોલે મહાદેવથી વંદન કરાય.
જીવને માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મે કરેલ કર્મથીજ મેળવાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા દેહપર,પરમાત્માની પવિત્રકૃપા થઈજાય
શંકર ભગવાનના દેહથી પધાર્યા,સંગે હિમાલયની પુત્રીજ પત્નિ થાય
એ પાવનકૃપા ભારતપર,જે પવિત્ર માતા પાર્વતીના પતિદેવ થઈજાય
.....એજ કૃપા પારમાત્માની થાય,જ્યાં બમબમભોલે મહાદેવથી વંદન કરાય.
પવિત્ર ગંગાજળ ભારતમાં વહેવડાવી,જેની અર્ચનાથી દેહનીમુક્તિથાય
ભોલેનાથની પાવનકૃપાએ ગંગાનદીને વહાવી,એજ તેમનો પ્રેમકહેવાય
સંસારનૉ સંગાથ લીધો,જે ગણેશ,કાર્તીક ને અશોકસુંદરી સંતાન થાય
પવિત્રસંતાન થયા શ્રીગણેશ,જગતમાં એ ભાગ્ય વિધાતાથી ઓળખાય
.....એજ કૃપા પારમાત્માની થાય,જ્યાં બમબમભોલે મહાદેવથી વંદન કરાય.
*************************************************************
No comments yet.