February 8th 2021

. ભોલેનાથ ભંડારી
તાઃ૮/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ દેહ લીધો અવનીપર,જે ભારતમાં ભોલેનાથથી ઓળખાય
સોમવારની સવારે શ્રધ્ધાથી વંદનકરી,ભોલેનાથ મહાદેવનુ પુંજન કરાય
....મળે કૃપા શ્રીભોલેનાથ ભંડારીની,જે પવિત્રદેવ શંકર ભગવાન પણ કહેવાય.
માયા મોહનો સંબંધ મળેલ દેહને,જે જીવને આવનજાવન આપી જાય
અવનીપર જીવને દેહ મળે,એ ગતજન્મના થયેલ કર્મથીજ મળતો થાય
પવિત્રદેહ પરમાત્માનો ભારતમાં,જે સમય સંગે માનવદેહથી આવી જાય
ધર્મની પવિત્રરાહને પારખી જીવતા,પવિત્રકૃપાએ અનંતશાંંતિ મળી જાય
....મળે કૃપા શ્રીભોલેનાથ ભંડારીની,જે પવિત્રદેવ શંકર ભગવાન પણ કહેવાય.
અનેકદેવના નામથી પુંજન થાય,એ શંકર,મહાદેવ,ભોલેનાથથી ઓળખાય
પત્નિ પાર્વતી સંતાન શ્રી ગણેશ,કાર્તિક અને દીકરી અશોકસુંદરી કહેવાય
અનંત કૃપાળુ પરમાત્મા છે,જે શ્રધ્ધા રાખીને ભક્તિકરતાં દેહને મળી જાય
પવિત્ર દીવસની જ્યોત મળે દેહને,જ્યાં શીવલીંગ પર દુધની અર્ચના કરાય
....મળે કૃપા શ્રીભોલેનાથ ભંડારીની,જે પવિત્રદેવ શંકર ભગવાન પણ કહેવાય.
##############################################################
No comments yet.